ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકોને મિનરલ વોટર ફ્રીમાં અપાશે, BCCI દ્વારા મોટી જાહેરાત

ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (19:29 IST)
ક્રિકેટ રસીકો માટે આનંદના સમાચારો સામે આવ્યાં છે. પ્રથમ મેચ શરૂ થાય તેની થોડી જ મિનિટો પહેલા BCCI દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. BCCI સચિવ જય શાહે જણાવ્યું કે, સંપુર્ણ વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવતા દર્શકો માટે પીવાના પાણીની વ્યવસ્થા ફ્રી કરવામાં આવી છે. આ પાણીની બોટલ સંપુર્ણ મફત રહેશે.



અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ટેડિયમમાં લોકોની સૌથી મોટી ફરિયાદ પીવાના પાણી બાબતે હતી. કારણ કે સ્ટેડિયમમાં પાણીની બોટલ લઇ જવા પર પ્રતિબંધ હતો અને સ્ટેડિયમમાં પાણીની બોટલની કિંમત વેપારીઓ મનફાવે તે રીતે વસુલતા હતા. કેટલાક કિસ્સામાં પાણીની બોટલ 100 રૂપિયામાં પણ મળતી હતી.આ અંગે જય શાહે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે, ખુબ જ ગર્વની લાગણી અનુભવું છું કે, અમે સમગ્ર ભારતમાં સ્ટેડિયમમાં મેચ જોવા જતા દર્શકો માટે ફ્રીમાં મિનરલ વોટર ઉપલબ્ધ કરાવવા જઇ રહ્યા છીએ. પાણી પિતા રહો અને ગેમ એન્જોય કરતા રહો. આવો સાથે મળીને વર્લ્ડ કપને અવીસ્મરણીય બનાવીએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર