કોર્ટમાં નોંધાયેલ અરજીમાં અરજીકરનારે ક્રિકેટ ટીમ પર પ્રતિબંધ સાથે મુખ્ય પસંદગીકર્તા ઈંજમમ ઉલ હકની આગેવાનીવાળી પસંદગી સમિતિને ભંગ કરવાની માંગ કરી છે. અરજીકર્તા વિશે જો કે હાલ જાણ નથી થઈ શકી. અરજીના જવાબમાં ગુજરાંવાલા કોર્ટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધિકારીઓને સોંપી છે. આ દરમિયાન જાણવા મળ્યુ છે કે પીસીબી સંચાલન મંડળની બુધવારે લાહોરમાં થનારી બેઠકમાં કોચ અને પસંદગીકર્તાઓ સાથે સંચાલનના કેટલાક અન્ય સભ્યોની રજા કરવા પર નિર્ણય થઈ શકે છે. જે લોકોની હકાલપટ્ટી થવાની શક્યતા છે તેમા ટીમના મેનેજર તલત અલી, બોલર કોચ અઝહર મહમૂદ અને સંપૂર્ણ પસંદગી સમિતિ સામેલ છે. આ સાથે જ કોચ મિકી અર્થરના કાર્યકાળને નહી વધારવામાં આવે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે 12મો વિશ્વકપ બિલકુલ પણ સારો નથી સાબિત થઈ રહ્યો. ટીમે અત્યાર સુધી 5 મુકાબલા રમ્યા છે જેમા તેને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ એક મેચમાં જીત તો મેચ પરિણામ વગરની રહી છે. સરફરાજ અહમદની આગેવાનીવાળી ટીમ હાલ 3 અંકો અને -1.933ની નબળી રન રેટ સાથે અંક તાલિકામાં નવમાં સ્થાન પર છે.