વેબદુનિયાની નારી શક્તિને મળ્યુ પત્રકારિતાનુ વિશેષ સન્માન

સોમવાર, 7 માર્ચ 2022 (15:48 IST)
ઘુંઘટ અને હિજાબ વગર બેસેલી મહિલાઓને જોઈને સારુ લાગ્યુ - ડૉ. મેહરુનિસા પરવેજ 
 
મહિલાઓ સારી મેનેજમેંટ ગુરૂ  હોય છે - શ્રી સકલેચા 
 
મહિલાઓને આગળ વધારવાની ગતિને વધુ ઝડપી કરવાની જરૂર - પદ્મશ્રી ડૉ. મેહરુનિસા પરવેજ 
 
ઈંદોર. શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર ઈન્દોર પ્રેસ ક્લબે મહિલા પત્રકારોનુ સન્માન કર્યુ. આ પ્રસંગ પર વેબદુનિયાની ફીચર સંપાદક સ્મૃતિ આદિત્યને દીર્ઘ સેવા સન્માન, મરાઠી વેબદુનિયાની રૂપાળી બર્વેને વિશેષ્ટ સેવા સન્માન અને ગુજરાતી વેબદુનિયાની પ્રમુખ કલ્યાણી દેશમુખને નારી શક્તિ સન્માનથી સન્માનિત કરવામાં આવી. 
 
આ આયોજનમા પ્રદેશના ઉદ્યોગ મંત્રી શ્રી ઓમપ્રકાશ સકલેચાએ કહ્યુ કે અમારી મહિલાઓ ખૂબ જ ગંભીર અને સ્થિર મનથી કામ કરે છે. આજથી જ નહી સદીઓથી તેમને સૌથી શ્રેષ્ઠ મેનેજમેંટ ગુરૂ માનવામાં આવતા રહ્યા છે. તેઓ ઘર અને બહાર બંને સ્થાને સારુ પરફોરેસ આપવામાં સક્ષમ છે. 
 
આ આયોજનમાં પ્રદેશના ઉદ્યોગ મંત્રી શ્રી ઓમપ્રકાશ સકલેચાએ કહ્યુકે અમારી મહિલાઓ ખૂબ જ ગંભીર અને સ્થિર મનથી કામ કરે છે. આજથી જ નહી સદીઓથી તેમને સૌથી શ્રેષ્ઠ મેનેજમેંટ ગુરૂ માનવામાં આવતા રહ્યા છે. તેઓ ઘર અને બહાર બંને સ્થાને સારુ પરફોર્મેંસ આપવામાં સક્ષમ છે. આ હવે સાબિત પણ થઈ ચુક્યુ છે.  દેશની જીડીપીમાં મહિલાઓનુ યોગદાન મહત્વપૂર્ણ છે. દુર્ભાગ્ય એ છે કે આજે પણ દેશમાં ભ્રૂણ હત્યાઓ થઈ રહી છે, જે ચિંતાનો વિષય છે. 
 
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર ઈન્દોર પ્રેસ ક્લબ દ્વારા આયોજીત મીડિયાની મહિલા સાથીઓના સમ્માન સમારંભમાં વરિષ્ઠ સાહિત્યકાર અને શિક્ષાવિદ પદ્મશ્રી ડો. મેહરુનિસા પરવેઝ, લોકસભા ટીવીની વરિષ્ઠ પત્રકાર સુશ્રી સંઘ્યા શર્મા અને પૂર્વ સાંસદ ડો. ભાગીરથ પ્રસાદ વિશેષ અતિથિ રૂપમાં હાજર હતા. 
 
ઈદોર પ્રેસ કલબના અધ્યક્ષ શ્રી અરવિંદ તિવારીએ પોતાના સ્વાગત સંબોધનમાં કહ્યુ કે અમારી મહિલાઓ મૈદાની પત્રકારિતામાં પુરૂષોથી સારુ કાર્ય કરી રહી છે. જેને કારણે તેઓ પ્રદેશમાં જ નહી દેશમાં પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી રહી છે. જેનાપર ઈન્દોર શહેરને પણ ગર્વ છે. 
 
ઘૂંઘટ અને હિજાબ નથી જોઈને સારુ લાગ્યુ 
 
પદ્મસ્ર્હી ડો. મેહરુનિસા પરવેજે પોતાના ઉદ્દબોધનની શરૂઆતમાં કહ્યુઇકે ખૂબ સારુ લાગી રહ્યુ છે કે આજે આ સભાગૃહમાં ન તો ઘૂંઘટ છે કે ન તો હિજાબ આ મહિલા સ્વતંત્રતાનું પ્રતિક છે. તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે આપણી મહિલાઓ પ્રગતિ અને વિકાસના પંથે ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આજે પણ મહિલાઓમાં પછાતપણું છે. આપણી વિચારસરણી એવી છે કે જ્યારે પુત્રો જન્મે છે ત્યારે સમાજ બંદૂક ચલાવે છે અને પુત્રીના જન્મ પર રડે છે. આપણે આ માનસિકતા બદલવાની જરૂર છે. જો આપણે આ કરી શકીશું તો આપણો મહિલા દિવસ ઉજવવો સાર્થક ગણાશે.
 
આ અવસર પર ડો. પરવેજે કાવ્યના માધ્યમથી મહિલાઓની પીડાઓને વ્યક્ત કરી. 
 
લોકસભા ટીવીની વરિષ્ઠ પત્રકાર સુશ્રી સંઘ્યા શર્માએ કહ્યુ કે મહિલાઓ એકવાર જે નક્કી કરી લે છે તેને પૂર્ણ કરીને રહે છે. મહિલાઓ સમાજને બદલવાની તાકત ધરાવે છે. ભારત જેવા દેશમાં મહિલાઓ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, લોકસભા અધ્યક્ષ, રાજ્યપાલ, મુખ્યમંત્રી, કલેક્ટર, મહાપૌરથી લઈને મંડળો અને વિવિધ આયોગમાં ઉચ્ચ પદ પર રહીને તેને સુશોભિત કરી રહી છે. 
 
મહિલાઓના સંકલ્પ સામે હિમાલયની ઊંચાઈ પણ નાની પડી ગઈ છે. તેમણે આગળ કહ્યુ કે દેશમાં લૈગિક સમાનતા જે રીતે ગડબડ થઈ રહી છે તેના પર અમારી નીતિ નિર્માતાને ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. 
 
કાર્યક્રમનું સંચાલન પ્રેસ ક્લબના ઉપપ્રમુખ પ્રદીપ જોષીએ કર્યું હતું અને મહામંત્રી હેમંત શર્માએ આભારવિધિ સ્વીકારી હતી. આ પ્રસંગે શ્રી દીપક કર્દમ, અભિષેક મિશ્રા, રાહુલ વાવીકર, વિપિન નીમા, મહેન્દ્ર સોગીરા, હર્ષવર્ધન પંડિત, કે.એલ. જોષી, કમલ હેતવાલ, માંગીલાલ ચૌહાણ, શૈલેષ પાઠક, અભય તિવારી, પ્રવીણ બરનાલે, રાજેન્દ્ર કોપરગાંવકર, મુકેશ તિવારી, ડો.અર્પણ જૈન, અજય શારદા, ધર્મેશ યશલાહા, કૈલાશ યાદવ, પ્રદીપ મિશ્રા, નિલેશ રાઠોડ, નિતેશ પાલ, ચિંતન વિજયવર્ગીય, પ્રવીણ જોષી, લક્ષ્મીકાંત પંડિત, મનસુખ પરમાર, લોકેન્દ્ર થનવર, પ્રમોદ દાભાડે, સંજય અગ્રવાલ, ઉમેશ શર્મા, માર્ટિન પિન્ટો સહિત મોટી સંખ્યામાં મીડિયા વ્યક્તિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
 
આમનુ થયુ  સન્માન   
 
દીર્ઘ સેવા સન્માન 
 
જયશ્રી પિંગલે, શ્રુતિ અગ્રવાલ, સ્મૃતિ આદિત્ય, લલિતા ગૌર, મનીષા દુબે, મીના ખાન, રૂખસાના મિર્ઝા, નાઝ પટેલ, રજની ખેતાન મિશ્રા, રિચા મજુપુરિયા, સુશ્રી લીના મહેરા, સુશ્રી પિયુષા ભાર્ગવ, સુશ્રી જયશ્રી સીમા શર્મા
 
વિશિષ્ટ સેવા પુરસ્કાર -
 
સુશ્રી નીતા સિસોદિયા, અંકિતા જોશી,  કરિશ્મા કોટવાલ, . પ્રિયંકા પાંડે,  મીનાક્ષી શર્મા, નેહા જોશી મરાઠે, રીના શર્મા, નેહા જૈન, નસીરા મન્સૂરી, રૂપાલી બર્વે,  શાલિની હરદિયા,  નિકિતા રઘુવંશી, લવિના ફ્રાન્સિસ,  ઉષા નાથ, નેહા દુબે
 
સ્ત્રી શક્તિ સન્માન
 
રંજીતા થોમ્બરે,  મીના નિમજે,  સૌદામિની મજમુદાર, ગરિમા સિંઘ,  સુમેધા પુરાણિક, શ્વેતા ત્રિવેદી,  પ્રીતિ મિશ્રા, પ્રિયા વ્યાસ,  સ્મિતા જોશી,  કલ્યાણી દેશમુખ,  આરતી મંડલોઈ,  કોમલ રાજપુરોહિત,  શ્યામલી નીમા, રશ્મિ શર્મા, રક્ષા શ્રીવાસ્તવ, વંદના જોશી, કીર્તિ સિંહ ગૌર, સુરભી ભાવસાર,  દીપિકા જોશી, કુ નિહારિકા શર્મા.,રોશની શર્મા, દીપ્તિ ભટનાગર, કવિતા પાંડે, પરિધિ રઘુવંશી,શ્રદ્ધા બુંદેલા, પૂજા પરમાર, રાધા બકુત્રા, ડો. દીપા વંજાણી, અમૃતા સિંઘ, પલક ચૌહાણ,  પૂર્વા દધીચ, શાલિની શર્મા, આકાંક્ષા દુબે,  પ્રિયંકા દેશપાંડે (જૈન), ડો. જ્યોતિ સિંઘ, દિવ્યરાજે ભોસલે,. પૂનમ શર્મા,  દીપિકા અગ્રવાલ,  ખુશ્બુ યાદવ,  રાધિકા કોડવાણી, નીતુ મોર, શ્રીમતી સરિતા શર્મા, શ્રીમતી સરિતા કલા, શ્રીમતી નંદા ચંદેવા, સાન્યા જૈન, નમિતા મિશ્રા, ગરિમા વર્મા,  રૂચી વર્મા,  સ્વાતિ ગુપ્તા, પૂજા મિશ્રા, ખુશ્બુ શર્મા, શ્રદ્ધા શર્મા, કુ. ર્ચના પારઘી, મેઘા જોશી. ...
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર