ગુજરાતી લગ્ન ગીત - અમારા નવલાં વેવાઈ

P.R
અમારા નવલાં વેવાઈ, તમે સાંભળો છો કે નઈં ?
તમારા કાન છે કે બે કોડિયા, તમે સાંભળો છો કે નઈં ?

અમારા પગ દુ:ખે છે, ગાદલાં અને ખુરશી તૈયાર છે કે નઈં ?
તમારા કાન છે કે બે કોડિયા, તમે સાંભળો છો કે નઈં ?

અમારા નવલાં વેવાઈ, તમે સાંભળો છો કે નઈં ?
અમને ભુખ લાગી છે, ભાવતા ભોજન તૈયાર છે કે નઈં ?
તમારા કાન છે કે બે કોડિયા, તમે સાંભળો છો કે નઈં ?

અમારા નવલાં વેવાઈ, તમે સાંભળો છો કે નઈં ?
અમને તરસ લાગી છે, ઠંડા-ઠંડા શરબત તૈયાર છે કે નઈં ?
તમારા કાન છે કે બે કોડિયા, તમે સાંભળો છો કે નઈં ?

અમારા નવલાં વેવાઈ, તમે સાંભળો છો કે નઈં ?
અમને તાપ લાગે છે, કુલર અને એ.સી. તૈયાર છે કે નઈં ?
તમારા કાન છે કે બે કોડિયા, તમે સાંભળો છો કે નઈં ?

વેબદુનિયા પર વાંચો