કેવી રીતે શરૂ થઈ સગાઈની પરંપરા
સગાઈની પરંપરા ઘણા વર્ષોથી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ પરંપરાની શરૂઆત રોમાંસના યુગમાં જ થઈ ગઈ હતી. એક રોમન કપલે આ પરંપરાની શરૂઆત કરી હતી.
ત્રીજી આંગળીમાં રિંગ પહેરાવવાના કારણ
કારણ 1 - રોમની માન્યતા મુજબ આ ફિંગરમાંથી થઈને એક નસ સીધી દિલ સાથે જોડાય છે. આ જ કારણ છે કે કપલ્સનુ દિલથી દિલ સાથે કનેક્શન થાય તેથી હાથની ત્રીજી આંગળી (અનામિકા)માં અંગૂઠી પહેરાવવામાં આવે છે. તેને રિંગ ફિંગરના નામથી ઓળખવામાં આવે છે.
કારણ 2 - ચીનની માન્યતા મુજબ દરેક આંગળી એક સંબંધને દર્શાવે છે. જેવી કે અંગૂઠો માતા-પિતાના સંબંધને, તર્જની ભાઈ-બહેનના સંબંધને, મધ્યમા ખુદ વ્યક્તિ માટે, અનામિકા પાર્ટનર માટે અને કનિષ્ઠા (સૌથી નાની આંગળી) બાળકો સાથેના સંબંધો માટે હોય છે. આ જ કારણ છે કે અનામિકા પાર્ટનર માટે હોય છે તેથી તેમા જ અંગૂઠી પહેરાવવામાં આવે છે.