1. A અને P નામવાળા
આ બંને અક્ષરવાળા લોકો વચ્ચે ખૂબ પ્રેમ હોય છે. જો તમે એમ કહો કે તેમની જોડી સ્વર્ગથી બનીને આવી છે તો તેમા કોઈ ભૂલ નહી કહેવાય. A અને P નામવાળા લોકોની પરસ્પર સમજ ખૂબ જ સારી હોય છે. આ બંને વગર કહે એકબીજાની વાત સમજી જાય છે. પરસ્પર પ્રેમ અને સમજને કારણે જ તેમની જોડી દરેક મુસીબતનો સામનો કરે છે. આ નામવાળા લોકોની જોડી હંમેશા એકબીજા સાથે રહે છે.