વિધાનસભા ચૂંટણી 2018 - મધ્યપ્રદેશમાં આજે થંભી જશે ચૂંટણી પ્રચાર, સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા

સોમવાર, 26 નવેમ્બર 2018 (14:58 IST)
મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરના રોજ થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણી માટે પ્રચારના અંતિમ દૌરમાં ઉમેદવારોએ પોતાની પુરી તાકત લગાવી દીધી છે. ઉલ્લેખનીય છેકે અહી સોમવારે સાંજે 5 વાગ્યાથી પ્રચાર થંભી જશે. તેથી ચૂંટણી લડી રહેલા લોકો પાસે બેદરકારી કરવાનો સમય નથી. બીજી બાજુ પ્રશાસને ચૂંટણીને શાંતિપૂર્વક સંપન્ન કરાવવા માટે સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરી છે.  કેન્દ્રીય સુરક્ષાબળોની 650 કંપનીઓ ગોઠવવામાં આવી છે. બીજી બાજુ સુરક્ષા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.  
 
મુખ્ય ચૂંટણી પંચ અધિકારી કાર્યાલયમાંથી મળતી માહિતી મુજબ, વિધાનસભા ચૂંટણી માટે 28 નવેમ્બરના રોજ થનાર મતદાન સમાપ્તિના 48 કલાક પહેલા મતલબ 26 નવેમ્બરની સાંજે 5 વાગ્યે ચૂંટણી પ્રચાર થંભી જશે.  ત્યારબાદ રાજનીતિક દળ ફક્ત ડોર ટૂ ડોર પ્રચાર કરી શકશે.  લાઉડસ્પીકર અથવા કોઈપણ પ્રકારના ધ્વનિ વિસ્તારક યંત્રનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.  સત્તાવાર મહિતી મુજબ ચૂંટણીમાં કાયદા અને શાંતિ વ્યવસ્થા માટે અને શાંતિપૂર્ણ મતદાનના ઉદ્દેશ્યથી કેન્દ્રીય સુરક્ષાબળોની 650 કંપનીઓ ગોઠવવામાં આવી છે. 
 
રિપોર્ટ્સ મુજબ આ ઉપરાંત પ્રદેશની બહારથી આવેલા 33 હજાર હોમગાર્ડ પણ ચૂંટણી ડ્યુટીમાં ગોઠવવામાં આવશે.  બાલાઘાટ જીલ્લામાં કેન્દ્રીય સુરક્ષાબળની 76 કંપનીઓ,  ભિંડમાં 24, છિંદવાડા અને મુરૈનામાં 19-19, સાગર અને ભોપાલમાં 18-18 કંપનીઓ ગોઠવવામાં આવી છે.  પ્રદેશના 85 ટકા પોલીસબળ અને હોમગાર્ડના 90 ટકા બળ ચૂંટણી કાર્યમાં ગોઠવવામાં આવ્યા છે.  સુરક્ષા વ્યવસ્થા માટે બાલાઘાટ, મંડલા અને ભોપાલમાં એક એક હેલીકોપ્ટર ગોઠવાયેલુ રહેશે.  સંચાર વ્યવસ્થા સારી કરવા માટે 20 સેટેલઈટ અને 28 હજાર વાયરલેસ સેટ ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર