જાપાનમાં હાલમાં હવામાં ઉડતી કાર બનાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેનું મોડેલ ટ્રેડ શોમાં મુકવામાં આવ્યું છે. આગામી બે વર્ષમાં જાપાન હવામાં ઉડતી કાર લોન્ચ કરી શકે છે. આ કારનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ આગામી ભવિષ્યમાં ભારતમાં શરૂ થઈ શકે છે. ગાંધીનગરના ટ્રેડ શોમાં મુકવામાં આવેલું ઉડતી કારનું મોડેલ જાપાનની સુઝુકી કંપની દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે 100 કિમીની ઝડપે હવામાં ઊડી શકશે, પાયલટ સહિત 3 લોકો મુસાફરી કરી શકશે. આ કાર બનાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે પરંતુ તે અંગેનું એક મોડેલ તૈયાર કરીને ટ્રેડ શોમાં મૂકવામાં આવ્યું છે. ટ્રેડ શોમાં ઇમોબિલિટીના પેવેલિયનમાં ઉડતી કારનું મોડેલ આકર્ષણનું કેન્દ્ર છે.