વાસ્તુ મુજબ પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધારશે આ ટિપ્સ

મંગળવાર, 21 ઑગસ્ટ 2018 (15:50 IST)
કોઈપણ પરિવારની ઉન્નતિ અને ખુશહાલી માટે પતિ-પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ તાલમેલ વિશ્વાસનુ હોવુ ખૂબ જ જરૂરી છે.  જો કોઈ કારણોસર દાંપત્યજીવનમાં તાલમેલ ન બેસી રહ્યો હોય કે પછી પતિ પત્ની વચ્ચે અંતર આવી રહ્યુ છે તો વાસ્તુમાં બતાવેલ કેટલાક સહેલા ઉપાયો અપનાવીને તમારા જીવનને ખુશહાલ બનાવી શકો છો.  આવો જાણીએ આ ઉપાયો વિશે... 
 
જો પતિ પોતાના હાથમાં પીળી બંગડીઓ પહેરો તો દાંપત્ય જીવનમાં પ્રેમ કાયમ રહે છે.  પતિ-પત્ની વચ્ચે પ્રેમ સંબંધની મજબૂતી માટે બેડરૂમની દિવાલોનો રંગ ગુલાબી કે હલવો પીળો હોય્તો સારુ છે.  પત્નીએ પતિના ડાબી બાજુ સુવું જોઈએ.  તેનાથી દાંમ્પત્યજીવનમાં સંતુલન કાયમ રહે છે.  બેડરૂમમાં ક્યારેય પણ ધર્મ સાથે જોડાયેલ તસ્વીર ન  મુકો.   આવુ કરવાથી વિવાદ ઉત્પન્ન થવા માંડે છે. 
 
જળ સાથે જોડાયેલ વસ્તુઓને ક્યારેય પણ બેડરૂમમાં ન મુકો.  બેડરૂમમાં અરીસો પણ ન હોવો જોઈએ.  બેડરૂમમાં ક્યારેય નશીલા પદાર્થ, ઝાડુ, તેલનો ડબ્બો, કઢાઈ, ચીમટો, ટોપલી જેવો સામાન ન મુકવો જોઈએ. મહિલા જો દાન કરે તો દાન સામગ્રીમાં લાલ સિંદૂર સાથે અત્તરની શીશી, ચણાની દાળ અને કેસર જરૂર મુકો. રોજ કોઈ વડીલ સ્ત્રીનો આશીર્વાદ  જરૂર પ્રાપ્ત કરો.  ઘરમાં જ્યારે પણ કોઈ ખાવાની વસ્તુ આવે તો પહેલા ભગવાનના ચરણોમાં અર્પિત કરો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર