વાસ્તુ ટિપ્સ - ઘરમાં કંઈ વસ્તુઓ મુકશો કંઈ નહી ?

બુધવાર, 15 ઑગસ્ટ 2018 (05:08 IST)
અહી જાણો વાસ્તુ સાથે જોડાયેલ નાની નાની વાતો.. જેમનુ રોજીંદા જીવનમાં ખૂબ વધુ મહત્વ માનવામાં આવ્યુ છે. તેની મદદથી ખરાબ સમયને પણ દૂર કરી શકાય છે. 
 
1. તિજોરીની ઉપર કોઈપણ સામાન ન મુકવો જોઈએ.  તિજોરીની એકદમ ઉપરવાળા ખાનામાં પૈસા ન મુકવા જોઈએ. 
2. ઘરમાં સ્ટોર રૂમ અને બાથરૂમ પાસે પૂજા કક્ષ ન હોવો જોઈએ. 
3. ઘરના જે ભાગમાં વાસ્તુ દોષ હોય. ત્યા સવાર-સાંજ થોડા સમય માટે શંખ વગાડવો જોઈએ. જો તમે ચાહો તો પૂજાની ઘંટી પણ વગાડી શકો છો. તેમથી નીકળનારી ધ્વનિથી વાતાવરણની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. 

4. કેટલાક વૃક્ષ અને છોડ દૂધવાળા હોય છે. જેવા કે આંકાડાનો છોડ. વડ.  આ પ્રકારના વૃક્ષ ઘર આંગણે ન હોવા જોઈએ. તેનાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. આ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોય છે. 
5. ઘરમાં તુલસી હોવુ ખૂબ શુભ રહે છે. રોજ સવાર-સાંજ તુલસીની પાસે દીવો લગાવવો જોઈએ. 
6. ઘરમાં બંધ કે ખરાબ ઘડિયાળ પણ ન મુકવી જોઈએ. તેના અશુભ પ્રભાવથી ભાગ્યનો સાથ નહી મળી શકતો. 
7. ઘરના પૂજના સ્થળ પર સવાર સાંજ ઘી નો દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી ભાગ્ય સંબંધી લાભ મળે છે અને આ દીવાનો ધુમાડો વાતાવરણની હાનિકારક તરંગો અને સૂક્ષ્મ કીટાણુઓને નષ્ટ કરે છે. 
8. પલંગની નીચે ફાલતૂ સામાન કે જૂતા-ચપ્પલ ન મુકવા જોઈએ. તેનાથી ઉર્જાનો માર્ગ અવરુદ્ધ થાય છે. 
9. તિજોરીમાં કેસ કે વાદ-વિવાદ સંબંધિત કાગળો ન મુકવા જોઈએ. 
10. ઘરના પૂજા સ્થળ ઉપર કોઈ સામાન ન મુકવો જોઈએ પૂજા રૂમ ઉત્તર દિશા કે પૂર્વા દિશામાં હોવુ શુભ રહે છે. 
11. પરિવારના મૃત સભ્યોના ચિત્ર પૂજા રૂમમાં ન મુકવા જોઈએ. પૂર્વજોના ચિત્ર નેઋત્ય કોણ (પશ્ચિમ-દક્ષિણ)માં કે પશ્ચિમ દિશામાં મુકવામાં આવે છે. 
12. ઘરમાં તૂટેલો કાચ(મિરર) ન મુકવો જોઈએ. બે અરીસા એકબીજાની સામ-સામે પણ ન લગાવવા જોઈએ. 
13 જો તિજોરીનો દરવાજો ઉત્તર કે પૂર્વ દિશા તરફ ખુલતો હોય તો એ ખૂબ શુભ માનવામાં આવે છે. 
14. બેડરૂમમાં રાતના સમયે એંઠા વાસણો ન મુકવા જોઈએ. જે લોકો બેડરૂમમાં એઠા વાસણો મુકે છે, તેમને ધન અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. 
15. ઘરમાં બીમ નીચે બેસીને ખાવાનું ન ખાવુ જોઈએ. બીમ નીચે સૂવુ પણ ન જોઈએ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર