વાસ્તુ ટિપ્સ - ઘરની સુરક્ષા અને અવરોધોને દૂર કરવાના ઉપાય

શનિવાર, 11 ઑગસ્ટ 2018 (17:41 IST)
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનુ મુખ્ય દરવાજો કેવો હોવો જોઈકે કે જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વધારો થતો રહે. જેનુ જ્ઞાન અવશ્ય હોવુ જોઈએ. થોડીક અજ્ઞાનતાને કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને ઘરમાં ક્લેશ અશાંતિ વગેરેનો વધારો થવા માંડે છે.  એવુ ન થાય એની માહિતી અહી રજૂ કરી રહ્યા છીએ.  
 
1. ઝાડ જ્યા પણ ઉગતા હોય છે ત્યા તેનો છાયડો અને ઠંડક રહે છે. ઝાડ જો ફળવાળા હોય તો વધુ સારુ. પણ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દરવાજા સામે વૃક્ષ હોવુ અશુભ માનવામાં આવે છે. વૃક્ષ હોવાને કારણે ગૃહસ્વામી મોટાભાગે બીમાર રહે છે અને તેના પર એક પછી કે મુસીબતો આવતી રહે છે. આ ઉપરાંત કોર્ટ કેસ પોલીસ કેસ સહિત અન્ય મુસીબતો પણ આવી શકે છે. 
 
2. ફેંગશુઈના મુજબ ગૃહસ્વામી અને પરિવારના સભ્યો પર મુખ્ય દ્વાર પર ઝાડ હોવાને કારણે અનેક મુસીબતો આવતી જ રહે છે. જો ઝાડ હોય  અને તેને કાપવુ અશક્ય હોય તો મુખ્ય દરવાજા ઉપર બહારની તરફ અષ્ટકોણીય અરીસો લગાવી દેવાથી નકારાત્મક ઉર્જા પરાવર્તિત થઈને ફરીથી ઘરની બહાર જતી રહે છે  આનાથી મુખ્ય દ્વારનો દોષ સમાપ્ત થઈને ઘરમાં સુખ શાંતિનો વધારો થવા લાગે છે. 
 
3. ઘરના દરવાજાની પાસે પાણી હોવુ ખૂબ જ મંગળકારી માનવામાં આવે છે. ઉત્તર પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશાની તરફ જો ઘરનો મુખ્ય દરવાજો છે અને ત્યા પાણી હોય તો અત્યંત શુભકારક હોય છે. દરવાજાની પાસે એક પાણીનુ પાત્ર સાવધાની પૂર્વક મુકી દેવુ હિતકારી છે. 
 
4. પાણીથી ભરેલ પાત્રને દરવાજાની પાસે ફક્ત ડાબી બાજુ જ મુકો જેથે જ્યારે તમે ઘરમા ઉભા હોય અને બહારની તરફ જુઓ તો તે પાણી પાત્ર તમારા ડાબી બાજુ જ રહે. દરવાજાના જમણી બાજુ પાણી મુકવુ જોઈએ નહી. આનુ પરિણામ એ થાય છે કે ગૃહ સ્વામી કોઈ અન્ય મહિલા પ્રત્યે આકર્ષિત થઈ શકે છે. 
 
5. તારીખ અને વાર વગેરેની સાથે સાથે વ્રત તહેવાર વગેરે જોવા માટે કેલેંડરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. કેલેંડરને કોઈપણ દરવાજાના આગળ કે પાછળ અથવા દરવાજાના રસ્તામાં ક્યારેય ન લટકાવુ જોઈએ. ફેંગશુઈ મુજબ દરવાજા પર કેલેંડર લટકાવવાથી ઘરના સભ્યોનુ આયુષ્ય ઘટે છે. મુખ્ય દરવાજા પર કેલેંડર લટકાવવુ વિશેષ રૂપે હાનિકારક  અને દોષપૂર્ણ માનવામાં આવે છે.  પ્રતિકાત્મક રૂપે તેનો અર્થ એ થાય છે કે તમારી જીંદગીના કેટલા દિવસ બાકી છે ? કેલેંડરને કોઈ અન્ય સ્થાન પર લટકાવી આ દોષને સુધારી શકાય છે.  
 
6. મકાનમાં દરવર્ષે કંઈને કઈ સુધારો, રંગકામ સફાઈ વગેરેનુ કામ કરાવવાનુ જ હોય છે. જો મકાનનો મુખ્ય દરવાજો અન્ય નિર્માણ કાર્યને કારણે અવરોધાય રહ્યો છે તો તે ફેંગશુઈ મુજબ ખરાબ માનવામાં આવે છે. તેના કારણે ગૃહ સ્વામીને હાર્ટએટેક પણ આવી શકે છે. કોઈપણ કારણથી મુખ્ય દરવાજાની સામે વાંસ કે દંડો ન ઠોકવો જોઈએ. જો આવુ કરવુ અત્યંત જરૂરી હોય તો દરવાજાની પાસે સાત સિક્કા દાટી દેવા જોઈએ તેનાથી દોષ મટી જાય છે. 
 
7. ઘરના મુખ્ય દરવાજા સામે સીઢી કે લિફ્ટને ન લગાડવા જોઈએ. લિફ્ટ દરવાજો વારેઘડીએ ખોલાય છે અને બંધ થતો રહે છે. તેના પ્રભાવથી ગૃહ સ્વામીના ભાગ્ય અને ભવિષ્ય પર ખરાબ અસર પડે છે.  જો આવુ હોય તો મુખ્ય દરવાજાની બહારની તરફથી અષ્ટકોણીય દર્પણ લગાવી દો. આ ઉપરાંત મુખ્ય દરવાજાના ઉંબરાને પણ થોડો ઉંચો કરી દેવો જોઈએ. 
 
8. મુખ્ય દરવાજાની બરોબર સામે ગાય-બળદ-ભેંસ-કૂતરો વગેરે કોઈપણ પાલતૂ પ્રાણી ન બાંધવા જોઈએ. આવુ થતા ઘરની અંદર શુભ સ્થિતિઓનો પ્રવેશ બંધ થઈ જાય છે. મુખ્ય દરવાજાની સામે પશુઓ બાંધવાથી ઘરની સ્ત્રીઓ પર કુપ્રભાવ પડે છે. ફેંગશુઈના મુજબ ઘરના મુખ્ય દરવાજાની સામે પોપટનું કે અન્ય પિંજરુ રાખવુ પણ હિતકારી નથી.  પિંજરાને મુખ્ય દ્વારથી થોડુ હટાવીને મુકવુ જોઈએ. 
 
9. ઘરના પ્રવેશ દ્વાર ઉપર એવા સ્થાન પર ગણપતિનુ ચિત્ર લગાડવુ જોઈએ જેનાથી દરવાજામાંથી નીકળતી વખતે ગણપતિનુ મોઢુ સામે હોય. દરવાજાની બહાર બંને બાજુ સ્વસ્તિકનુ નિશાન લાલ રંગથી બનાવી દેવુ શુભ હોય છે અને અવરોધો ઘરની અંદર પ્રવેશ નથી કરી શકતા.  
 
આ રીતે કેટલીક વિધિયોને અપનાવીને ઘરની સુરક્ષા કરી શકાય છે અને અનેક અવરોધોથી દૂર રહી શકાય છે. 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર