પ્રેમ વગર જીવન અધુરુ છે, આ વાતોનુ રાખો ધ્યાન

ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (15:56 IST)
પ્રેમ વગર જીવન અધુરુ છે. જો પરિવારમાં એકબીજા સાથે પ્રેમ નથી તો જીવનની બધી ઉપલબ્ધિઓ નકામી છે. વિશ્વાસ પર ટકેલો પ્રેમ સંબંધ જો ડગમગવા માડે તો તેની અસર આપણુ જીવન  પર નજર આવવા માડે છે. વેલેન્ટાઈન ડે ના અવસર પર આવો જાણીએ કેટલાક આવા સહેલા ઉપાયો વિશે જે આપણી વચ્ચે હંમેશા પ્રેમની ખુશ્બુને કાયમ રાખી શકે છે. ઘણો લોકો લગ્ન પહેલા મનગમતા જીવનસાથીને મેળવવા ઘણા અધીરા બની જાય છે. તેમની રાતોની ઉંઘ ઉડી જાય છે.  જીવ ઉપરનીચે થતો રહે છે પણ જ્યારે એ પ્રેમ એક પતિ કે પત્નીના સ્વરૂપમાં આવી જાય તો એકાદ બે વર્ષ પછી જ રૂટિન લાઈફ જીવવા માડે છે.  આવુ કેમ.. શુ લગ્ન પછી પ્રેમ પ્રેમ નથી રહેતો.  આવો આજે અમે તમારા આ પ્રેમને કાયમ રાખવા માટે વાસ્તુ મુજબની કેટલીક ટિપ્સ બતાવી રહ્યા છી. 
 
 
દાંમ્પત્ય જીવનમાં મધુરતા બનાવી રાખવા માટે હંમેશા ધ્યાન રાખો કે બેડરૂમમાં 2 કે બે થી વધુ મહિલાઓની તસ્વીર ન લગાવો. 
- પત્નીએ પતિની ડાબી બાજુ જ સુવુ જોઈએ. . 
- તમારા રૂમમાં શંખ કે સીપ જરૂર મુકો 
- પિંક કલરના પડદા રૂમમાં લગાવો 
- ગલગોટાના ફુલને રોજ કુમકુમ લગાવીને તુલસી પર અર્પણ કરો.  
- ઘરમાં જ્યરે પણ રસોઈ બનાવો તો પહેલી રોટલી ગાય માટે અને અંતિમ રોટલી કૂતરા માટે કાઢી લો. આવુ કરવાથી ઘરમાંથી બધી તકલીફ દૂર થાય છે અને પરિવારમાં પ્રેમ વધે છે. 
- બેડરૂમમાં તમારી પથારી બારીથી દૂર લગાવવો જોઈએ. આવુ કરવાથી પતિ-પત્ની વચ્ચે તનાવ ઓછો થાય છે. 
- ગુરૂવારે કેળા કે પીપળ પર પતિ-પત્ની એક સાથે જળ ચઢાવે. 
- શનિવારે કેરી કે અશોકની ડાળી બેડરૂમમાં મુકવાથી સંબંધોમાં મીઠાસ કાયમ રહે છે.  
- કેળા અને પીપળની નિયમિત સેવા કરવાથી દાંપત્ય જીવનમાં હંમેશા પ્રેમ બન્યો રહે છે. 
- જીવનસાથીને જે વાત પસંદ ન હોય તે ન કરો.. તેમને ન ગમતી વાતો રાત્રે બિલકુલ ન કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર