- જીવનસાથીને જે વાત પસંદ ન હોય તે વાત રાત્રે ન કરો.
- પતિ પત્ની બંનેના ભોજનનો થોડો ભાગ રોજ કાઢીને પક્ષીઓને આપવાથી પરસ્પર પ્રેમ વધે છે.
- ઘરમાં તુલસીનો છોડ લગાવીને તેની શ્રદ્ધાપૂર્વક દેખરેખ કરો.
- ઘરમાં લોટ ફક્ત સોમવારે જ દળાવો અને તેમા થોડા કાલા ચણા નાખી દો. આવુ કરવાથી દાંપત્યજીવનમાં મધુરતા અને પરિવારમાં પ્રેમ કાયમ રહે છે.
- ઘરને હંમેશા વ્યવસ્થિત રાખો અને બિન જરૂરી વસ્તુઓ હટાવી દો. બેડરૂમમાં બેડ નીચે કોઈપણ પ્રકારનો સામાન ન મુકો. સુંદરકાંડનો પાઠ કરો. વાંસળી વગાડતા ભગાઅન શ્રીકૃષ્ણ-રાધાની મૂર્તિ કે ચિત્રને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં લગાવવાથી પ્રેમ વધે છે. ભગવાન શ્રીકૃષ્ણના મુકુટ પર મોર પંખ સુખ સમૃદ્ધિનૂ સૂચક છે. જેનો સકારાત્મક પ્રભાવ ઘર-પરિવારમાં ખુશીઓ લાવે છે.