વાત એમ છે કે આનુ મુખ્ય કારણ એ છે કે ઈશાન ખૂણો મતલબ ઉત્તર પૂર્વી ખૂણાને વાસ્તુ પુરૂષનુ માથુ માનવામાં આવે છે. તેથી ઘરના ઉત્તર પૂર્વી ખૂણાને વાસ્તુ મુજબ સાત્વિક ઉર્જાઓનુ મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. ઈશાન્ય કોણના અધિપતિ શિવ છે. ઈશાન ખૂણો ઘરના બધા અન્ય ક્ષેત્રોથી નીચો હોવો જોઈએ. આવા ઘરમાં સકારાત્મક ઉર્જાનું સ્થાન હોય છે. પછી આ ઉર્જાઓ આખા ઘરમાં ફેલાય જાય છે. સાથે જ ઉત્તર પૂર્વ ગુરૂની દિશા છે ગુરૂ ગ્રહ જીવનનો કારક છે. ગુરૂને જ્યોતિષ મુજબ ઘર્મ અને આધ્યાત્મના કારક ગ્રહ માનવામાં આવે છે. તેથી ભગવાનનો ફોટો ઈશાન ખૂણામાં લગાડવો વાસ્તુ મુજબ શુભ માનવામાં આવે છે.