Vastu Tips: ઘરની આ દિશામાં લગાવો પક્ષીની તસ્વીર, બનશે સફળતાના યોગ

ગુરુવાર, 13 મે 2021 (07:42 IST)
વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે જાણીશુ ઘરમાં લગાવાતી પક્ષીઓની તસ્વીર વિશે. પક્ષીઓની તસ્વીર ઘરમાં પોઝીટીવ રિઝલ્ટ લઈને આવે છે. અનેક લોકોને ખૂબ મહેનત અને લગનથી કામ કરવા છતા પણ સફળતા મળતી નથી, તો આવા લોકોએ પોતાના ઘરમાં પક્ષીઓની તસ્વીર લગાવવી જોઈએ. 
 
વાસ્તુની દ્ર્ષ્ટિએ પક્ષીઓને શુભ માનવામાં આવે છે. જ્યા પક્ષી હોય છે ત્યાનુ વાતાવરણ આપમેળે જ આનંદિત થઈ જાય છે. આમ તો તમે અસલી  પક્ષી પણ તમારા ઘરમાં મુકી શકો છો. પણ જો  આવુ નથી ઈચ્છતા તો પક્ષીઓની તસ્વીર અથવા મૂર્તિને ઘરમાં મુકવાથી પણ સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને નકારાત્મક ઉર્જાથી છુટકારો મળે છે. તેનાથી તમારી સફળતાના યોગ બનવા શરૂ થઈ જાય છે. પક્ષીઓની તસ્વીર લગાવવા માટે પૂર્વ દિશાની પસંદગી કરવી સૌથી સારી હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર