બધા માટે તેમનુ ઘર ખૂબ ખાસ હોય છે. પણ દરેક ઘરનુ એક ખાસ સ્થાન હોય છે અને તે છે આપણા ઘરનુ રસોડુ. ઘરમાં રસોડાનુ ખૂબ જ વધુ મહત્વ હોય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને રસોડાથી દૂર મુકવો જ ઘર અને ઘરમાં રહેનારા લોકો માટે સારુ હોય છે. આમ તો આપને આખા ઘરની સાફ સફાઈ કરવી જોઈએ. પણ અનેકવાર આખુ ઘર સાફ કરવુ શક્ય હોતુ નથી. પણ એકવાત તો ખાસ ધ્યાન રાખો. ભલે આખુ ઘર સ્વચ્છ ન હોય પણ સાફ- સફાઈવાળી વસ્તુઓ રસોડા રસોડાની આસ પાસ ન મુકવી જોઈએ.