Vastu Tips: આ દિશામાં મુકો લીલા રંગની વસ્તુઓ, ખુલી જશે સમૃદ્ધિના રસ્તા

મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (23:24 IST)
વ્યક્તિના જીવનમાં વાસ્તુ શાસ્ત્રનુ ખૂબ મહત્વ હોય છે.  જો કે અનેકવાર વાસ્તુની માહિતી ન હોવા પર લોકો તેના પર ધ્યાન આપતા નથી. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં વાસ્તુ દોષ હોય તો પારિવારિક અશાંતિ કાયમ રહે છે અને આવા ઘરમાં મા લક્ષ્મીનો વાસ રહેતો નથી. વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુ અને જુદા જુદા રંગનુ મહત્વ બતાવ્યુ છે. આજે અમે તમને બતાવી રહ્યા છે લીલા રંગની વસ્તુઓ વિશે... 
 
લીલા રંગમાં લીલા શાકભાજી, કઠોળ, બેડ, વૃક્ષ-છોડ અને કપડાં વગેરેનો સમાવેશ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લીલા રંગથી સંબંધિત વસ્તુઓને પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ ખૂણામાં રાખવી શુભ રહેશે. તેમજ ઘરમાં આમાંથી કોઈ એક દિશામાં લીલા ઘાસનો નાનો બગીચો બનાવવો જોઈએ.
 
વાસ્તુશાસ્ત્રની માન્યતા
 
વાસ્તુશાસ્ત્ર અનુસાર લીલો રંગ અને આ દિશાઓ લાકડા સાથે સંબંધિત છે. તેથી લીલા રંગની વસ્તુઓને દક્ષિણ-પૂર્વ દિશામાં મુકવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. લીલી વસ્તુઓને પૂર્વ દિશામાં મુકવાથી ઘરના મોટા પુત્રના જીવનમાં પ્રગતિ થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લીલી વસ્તુઓને અગ્નિ ખૂણામાં મુકવાથી મોટી દીકરીને ફાયદો થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર