Vastu Tips For Kitchen: વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરના કોઈ ખૂણામાં વાસ્તુ દોષ છે તો રોગ, શોક અને પૈસાની બરબાદીનુ કારણ બની શકે છે. ઘરને સૌથી મહત્વપૂર્ણ સ્થાન કિચન અર્થાત રસોડુ હોય છે. આ એવુ સ્થાન છે જ્યા પરિવારના બધા સભ્યો માટે રસોઈ બને છે. તેમા ઉત્પન્ન થનારા નકારાત્મક પ્રભાવ ખાવાનુ બનાવનારાની સાથે સાથે આખા પરિવાર પર પણ પડે છે. મોટુ અને ક્લટર ફ્રી રસોડુ સારા આરોગ્ય અને સુખ સમૃદ્ધિ માટે ખૂબ જરૂરી છે. ઘરને બનાવતી વખતે હંમેશા રસોડાની દિશાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. જો રસોડાની દિશા યોગ્ય ન હોય તો તેની અસર ઘરની સુખ શાંતિ પર પણ પડે છે. રસોડામાં રસોઈ બનાવતી વખતે મોઢુ પણ યોગ્ય દિશામાં હોવુ જોઈએ નહી તો આ ઘરમાં પરેશાનીઓનુ કારણ બની શકે છે. ઘરની કંઈ દિશામાં રસોડુ હોવુ જોઈએ અને ક્યા ગેસ સ્ટ્વ મુકવો જોઈએ આવો જાણીએ રસોડા સાથે જોડાયેલ કેટલીક વાસ્તુ ટિપ્સ
Kitchen direction રસોઈ ઘરની દિશા
ઘરમાં પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળના તત્વોનુ યોગ્ય સંતુલન હોવુ જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોઈ ઘરમાં આ પાંચ તત્વોનુ હોવુ ખૂબ જરૂરી છે.
ઘરના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં રસોડાની સિંક હોવી જોઈએ
વાસણોને ધોવા માટે પાણી અને જળ શોધક ઉત્તર-પૂર્વ દિશામાં હોવુ જોઈએ
રસોડુ ખુલ્લુ અને હવાદાર હોવુ જોઈએ. તેમા યોગ્ય રોશની થવી ખૂબ જરૂરી છે.
રસોડાની પશ્ચિમ અને દક્ષિણ દિશાની દિવાલો તરફ અનાજ મુકવાનુ સ્થાન અલગથી હોવુ જોઈએ
જમવાનુ બનાવતી વખતે હંમેશા મોઢાની સ્થિતિ પૂર્વ દિશામાં હોવી જોઈએ
રસોડામાં અગ્નિ તત્વ હોવાને કારણે ગેસ સ્ટવ એ ખૂણામાં મુકવો જોઈએ, જ્યા અગ્નિના દેવતા હાજર હોય.