Importance of Water in Pooja Room: અનેક લોકો પોતાના ઘરમાં પૂજા ઘર બનાવે છે. જ્યા પૂજન સામગ્રી સાથે શંખ, ગરૂડ ઘંટી, કોડી, ચંદન બટ્ટી, તાંબાના સિક્કા, આચમન પાણી, ગંગાજળ અને પાણીનો લોટો મુકે છે. લોટો નહી તો જળ કળશ મુકે છે. શુ આપ જાણો છો કે છેવટે કેમ પૂજા ઘરમાં જળ મુકવામાં આવે છે. જો નહી તો આજે જાણીશુ તેના કારણો
નૈવેદ્ય - નૈવેદ્ય આપણે રોજ પૂજા પછી ભગવાનને પ્રસાદ અર્પણ કરીએ છીએ જેને નૈવેદ્ય કહેવામાં આવે છે. નૈવેદ્યમાં મીઠાસ કે મધુરતા હોય છે. તમારા જીવનમાં મીઠાસ અને મધુરતા હોવી જરૂરી છે. દેવી અને દેવતાને નૈવેદ્ય લગાવતા રહેવાથી તમારા જીવનમાં મધુરતા, સૌમ્યતા અને સરલતા કાયમ રહેશે. ફળ, મીઠાઈ, મેવા અને પંચામૃતની સાથે નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. નૈવેદ્ય અર્પિત કર્યા બાદ ભગવાનને જળ અર્પણ કરવા માટે પણ પૂજા ઘરમાં પાણી મુકવામાં આવે છે.