ઘરમાં બરકત લાવવા માટે રાખો સાવધાનીઓ

શુક્રવાર, 31 મે 2019 (11:30 IST)
આજના સમયમાં દરેક કોઈ ઈચ્છે છે કે તે ધનવાન બને અને આ માટે દરેક વ્યક્તિ મહેનત પણ કરે ક હ્હે. પણ અનેકવાર મહેનત કર્યા પછી પણ કેટલાક લોકોને સફળતા નથી મળતી જેના તેઓ હકદાર હોય છે. અને કેટલાક લોકોને ઓછી મહેનત છતા ફળ મળી જાય છે.   એવુ કહેવાય છે કે તેનુ કારણ ધન સાથે જોડાયેલ સંસ્કારોનુ જ્ઞાન ન હોવાનુ કારણ છે. ઘણા લોકો ધન સાથે જોડાયેલા ઉપાય કરતા રહે છે પણ છતા પણ તેમને કોઈ લાભ થતો નથી. તો આજે અમે તમને બતાવીશુ કે બરકત વધારવા માટે કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ. 
 
સૌ પહેલા  આ વાતનુ ધ્યાન રાખો કે જ્યા તમે કામ કરો છો ત્યા તમારા ટેબલ પર કશુ ખાશો નહી.  જો ખાવુ મજબૂરી છે તો ટેબલ પર  કપડુ પાથરીને કે પેપર પાથરીને જ ખાવ અને ત્યારબાદ ટેબલેન સાફ કરો. આવુ કરવાથી તમારી આસપાસ નકારાત્મક ઉર્જા રહેતી નથી. 
 
જ્યા તમે તમારા પૈસા મુકો છો જેવા કે પર્સ કે તિજોરી એ સ્થાન પર કોઈ પણ પ્રકારના પેપર કે ડાયરી ન મુકશો. આવી વસ્તુઓ પોતાના પસિઆથી અલગ જ રાખો. પૈસા સાથે અણીદાર વસ્તુઓ અને રદ્દી પણ ન મુકશો. આવુ હોય તો માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. 
 
જે લોકોનો પોતાનો બિઝનેસ હોય છે તેમને પૈસાને મામલે થોડી સતર્કતા રાખવી જોઈએ. ક્યાકથી મળેલ પેમેંટ કે જે પસિઆ કોઈને આપવાના છે તો તેને ખુલ્લા ન છોડવા જોઈએ.  સાથે જ આ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે સૂતી વખતે પૈસા તકિયા ઓશિકા નીચે ન મુકો.  સૂતી વખતે જો તમને પૈસા ગણવાની ટેવ છે તો છોડી દો.  કારણ કે એવુ કહેવાય છે કે આ ટેવને કારણે ધનનુ નુકશાન થઈ શકે છે. 
 
જે તિજોરી એક રેકમાં પૈસા મુકો છો ત્યા ખાવાની વસ્તુઓ ન મુકવી જોઈએ. આ ટેવ વ્યક્તિ માટે નુકશાનદાયક  હોય છે. આ ટેવને કારણે ઘરમાંથી બરકત જતી રહે છે. 
 
અનેક લોકો પૈસા મુકવાના ખિસ્સામાં જ પાન મસાલા કે બીડી મુકી દે છે. જ્યારે કે આ ખૂબ જ ખરાબ ટેવ છે. પાન મસાલાને અધ્યામ્તિક દ્રષ્ટિથી અપવિત્ર વસ્તુ માનવામાં આવે છે. આવુ કરવાથી આર્થિક ઉન્નતિમાં અવરોધનો સામનો કરવો પડી શકે છે. 
 
પૈસાને ક્યારેય થૂંક લગાવીને ન ગણવા જોઈએ. આવુ કરવાથી આરોગ્યના હિસાબથી તો ખતરનાક છે જ આ સાથે જ ઘરમાં બરકત પણ રહેતી નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર