આ 10 `વાસ્તુ ટિપ્સ ઘરમાં સફળતા, સંપતિ અને સમૃદ્ધિ ખેંચી લાવશે.

મંગળવાર, 14 મે 2019 (00:05 IST)
- વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દરવાજો ખૂબ અગત્યનો છે. દરેક દરવાજો અંદરની તરફ ખૂલે તેમ રાખવો જોઇયે. અને દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે નકુચાઓ અવાજ ના કરે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇયે.
 
- ફૂવારો કે ફુવારાને લાગતું ચિત્ર હમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું જે ઘરમાં સફળતા, સંપતિ અને સમૃદ્ધિ  ખેંચી લાવશે.
 
-  જો બેડરૂમની દીવાલમાંથી જો બીમ પસાર થતો હોય તો તેની નીચે બેડ  રાખવો નહીં. આ વ્યવસ્થા માંદગીને આમંત્રણ આપે છે.
 
-  જો તમારા રૂમમાં પાંચ ખૂણા પડતાં હોય તો તે સારું નથી. તેની ખરાબ અસરો ટાળવા વાંસની વાંસળી કે પિરામિડ મૂકી શકાય છે.
 
- ટોઇલેટ એ વાસ્તુશાસ્ત્રમાં સૌથી ચર્ચિત જગ્યા છે. ટોઇલેટની સીટ ઉત્તર-દક્ષિણ તરફ જ રાખવી જોઇયે અને ઉપયોગ ના હોય ત્યારે બંધ રાખવું જોઇયે.
 
-  ઘરનો ઉત્તર-પૂર્વનો ખૂણો હંમેશા બંધ હોવો જોઇયે. ભારે વસ્તુઓને મૂકવા માટે દક્ષિણનો ખૂણો ઉત્તમ રહેશે.
 
- અલમારી અને પલંગ દક્ષિણ-પશ્ચિમ બાજુની દીવાલ નજીક અને ઉત્તર-પૂર્વ બાજુની દીવાલથી થોડેક દૂર હોવી જોઇયે.
 
- ઘરના સભ્યો વચ્ચેની સમસ્યાઓ અને ઝગડા ઘટાડવા માટે સ્ફટિકોવાળી વિન્ડ ચાઈમ્સ બેડરૂમમાં વિન્ડો પર મૂકવી જોઈએ.
લોકોએ પણ કાયદાની માગ કરવાની જરૂર છે અને દરેકે સાથે મળીને કામ કરવાની જરૂર છે કે જેથી પોતાને બચાવી શકાય.
 
- ડાઇનિંગ રૂમમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિવાલ પર એક મોટો અરીસો હોવો જોઈએ જે સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે.
 
-  પરીક્ષામાં સફળતા મેળવવા માટે અભ્યાસ કરતી વખતે બાળકોને ઉત્તર દિશા તરફ બેસીને ભણવું જોઇયે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર