ધર્મ, આસ્થામાં માનતો સામાન્ય વ્યક્તિ હોય કે પછી સાયન્સ સાથે સીધો જોડાયેલો તબીબ કક્ષાનો માણસ હોય પણ નવું મકાન બનાવે, મકાન બદલે ત્યારે ગૃહપ્રવેશ ટાણે કળશ મૂકવાની પરંપરા આ સૌમાં એકસમાન રીતે જોડાયેલી છે. ક્યાં કારણોસર નવું મકાન બનાવતી વખતે કે એક ઘરમાંથી બીજા ઘરમાં સ્થળાંતર કરતી વેળાએ ગૃહપ્રવેશ સમયે આ કળશ મૂકાય છે તે સમજવું જરૂરી છે. જ્યારે પણ કોઈ નવું મકાન બનાવવાની ઈચ્છા હોય ત્યારે ખરીદતી વખતે તેમાં કળશ જરુર મુકવો. આ કળશને દૂઘ, મધ, અનાજ કે પાણીથી ભરીને રાખવો. પરંતુ નવા મકાનમાં કળશ રાખવો ભૂલવો નહીં.
કળશની આકૃતિ સકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તેમની સાથે મૂકવામાં આવેલી સામગ્રી જેમકે દૂધ, પાણી, મધ અને અનાજના પ્રભાવથી સકારાત્મક ઉર્જા ગ્રહણ થઈ શકે છે. તેનાથી દુકાન, ઓફિસ કે ઘરમાં હંમેશા સારું વાતાવરણ રહે છે. અહીં નિવાસ કરનારા લોકોનું મન પ્રફુલ્લિત રહે છે.તેમને માનસિક, પારિવારિક કે શારિરીક મુશ્કેલીઓ નડતી નથી.
નવા નિવાસમાં પ્રવેશ પૂર્વે નીચેની મહત્વપૂર્ણ બાબતો ધ્યાન રાખવી. અન્યથા, ત્યાં રહેનાર અને તેમના પરિવાર માટે અવરોધો પેદા થાય છે. તેથી નવા નિવાસ માં જતા પહેલા પ્રાચીન ગ્રંથો મુજબ ની વિધિ થી ગૃહ પ્રવેશ કરવો જોઈએ
-વાસ્તુ પુરુષ અને વાસ્તુ દેવતાઓનું પૂજન કરીને ભોગ ધરાવવા જોઈએ
-બ્રાહ્મણો ને સાત્વિક બ્રહ્મ ભોજન કરાવવું જોઈએ
-ઘરમાં કોઈ સ્ત્રી ગર્ભવતી હોય તો ગૃહ પ્રવેશ કરવો નહિં
-એક વખત વાસ્તુ શાંતિ અને વાસ્તુ પૂજા વિધિ પૂર્ણ થયા બાદ ગૃહ સ્વામી પરિવાર સાથે ગૃહ પ્રવેશ કરી શકે છે.