- એવુ કહેવાય છે કે સૂર્યાસ્ત પછી સ્ત્રીઓએ માથુ ન ઓળવુ જોઈએ
- શયન કક્ષમાં ક્યારેય મદિરાપાન ન કરો. આવુ કરવાથી રોગી થવાનો ભય રહે છે.
- ઘરના મુખ્ય દ્વારનો રંગ કાળો ન હોવો જોઈએ. દરવાજા અને બારી પર પણ કાળો રંગ ન લગાવો.
- કિચનમાં આગ અને પાણી સાથે ન મુકવા જોઈએ.
- ઘરમાં તૂટેલા વાસણ કે તૂટેલો પલંગ ન મુકવો જોઈએ
- જમ્યા પછી એંઠી થાળી લઈને વધુ સમય સુધી બેસી ન રહેવુ જોઈએ.