દરેક નવવિવાહિત યુગલની ઈચ્છા હોય છે કે તેમનું દામ્પત્ય જીવન ખૂબ જ સુખી રહે. બધા પ્રેમથી અને ખુશ રહે. લગ્નજીવન સુખી રીતે જીવવા માટે લોકો અનેક ઉપાયો પણ કરે છે. શહેરના જ્યોતિષ પંડિત જગદીશ શર્મા જણાવે છે કે નવા યુગલોએ પોતાનું જીવન સુખી રીતે પસાર કરવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પોતાના બેડરૂમમાં કપલે કેટલીક વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે નહી તો લગ્નજીવનમાં મોટી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. નવ દંપતિએ પોતાના બેડરૂમમાં આ વસ્તુઓ ભૂલથી પણ ન મુકવી જોઈએ.. જાણો કંઈ છે એ વસ્તુઓ
તિજોરી - પરિણીત યુગલના બેડરૂમમાં કપડા જરૂરી છે. જ્યોતિષ કહે છે કે જો તમે બેડરૂમમાં મુકેલ તિજોરી કે કબાટ પર કુમકુમથી સ્વસ્તિક ચિહ્ન ન બનાવ્યું હોય તો પૈસા તમારા લગ્ન જીવનમાં લડાઈનું કારણ બની શકે છે, તેનાથી બચવા માટે આજે જ તમારા બેડરૂમના તિજોરી અથવા કબાટ પર સ્વસ્તિકનું નિશાન બનાવી લો. .