મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ UPના CM યોગી આદિત્યનાથની શપથવિધિમાં હાજરી આપશે

સોમવાર, 21 માર્ચ 2022 (13:39 IST)
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશ મુખ્યપ્રધાનની શપથવિધિ સમારંભમાં હાજરી આપશે. 25 માર્ચે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે યોગી આદિત્યનાથનો શપથવિધિ સમારંભ યોજાશે. જેમાં દેશના ભાજપ શાસિત તમામ મુખ્ય મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ પણ 25મી તારીખે વહેલી સવારે ઉત્તર પ્રદેશ જશે.25 માર્ચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર-2નો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. આ માટે ભાજપ સંગઠને સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે.

લખનઉને શણગારવામાં આવી રહ્યું છે અને 25 માર્ચે સમગ્ર ઉત્તરપ્રદેશમાં ઉત્સવનો માહોલ રહેશે. યોગી આદિત્યનાથના શપથ ગ્રહણમાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. ત્યારે આ શપથ સમારોહમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે. યોગી આદિત્યનાથના શપથ સમારોહમાં હાજર રહેવા માટે દેશભરના તમામ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આ શપથ સમારોહમાં હાજર રહેવા માટે 25 માર્ચે વહેલી સવારે જ ગુજરાતથી રવાના થઇ જશે.આ શપથ સમારોહમાં સંતોની સાથે સંઘના અધિકારીઓ પણ હાજર રહેશે. ભાજપે 25 માર્ચે રાજ્યના દરેક મુખ્ય ચોકમાં શણગાર સાથે મઠો અને મંદિરોમાં પૂજાની તૈયારીઓ કરી છે.વાસ્તવમાં ભાજપ ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં જીત દ્વારા સમગ્ર દેશને એક સંદેશ આપવા માગે છે. તેથી ભાજપ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહને તહેવાર તરીકે ઉજવવાની તૈયારી કરી રહ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર