4. આવા વૃક્ષ કે છોડ ન હોવા જોઈએ - વર્તમન સમયમાં ઘરની બહાર વૃક્ષ લગાવવાની પ્રથા છે. પણ અનેકવાર જાણતા અજાણતા લગાવેલ કેટલાક વૃક્ષ દ્વારા આપણને સકારાત્મક પરિણામને બદલે નકારાત્મક પરિણામ મળવા માંડે છે. મતલબ ઘર સામે સુકા કે કાંટાદાર વૃક્ષ કે છોડ ન લગાવવા જોઈએ. તેના દ્વારા પણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. ઘરની પાસે આમલી, વડ, આમળા, જાંબુ, દાડમ, કેળા, લીંબુ વગેરેના વૃક્ષ લગાવવા શુભ નથી માનવામાં આવતા. તેનાથી સંપત્તિ અને સંતતિ બંને પ્રભાવિત થાય છે.