Vastu Tips: ઘરનો દરેક ખૂણો છે ખાસ, અહી જાણો જુદી જુદી દિશાઓમાં દિવો પ્રગટાવવાથી કયો લાભ મળે છે

ગુરુવાર, 22 મે 2025 (12:32 IST)
Vastu Tips: વાસ્તુમાં ઘરના દરેક ખૂણાનુ પોતાનુ જુદુ મહત્વ બતાવ્યુ છે. દરેક દિશા સાથે જોડાયેલા નિયમોનુ જો તમે પાલન કરો છો તો જીવનમાં સુખ સમૃદ્ધિ તમને પ્રાપ્ત થાય છે. બીજી બાજુ વાસ્તુ મુજબ ઘરની કોઈપણ દિશામાં જો દોષ હોય તો જીવનમાં પડકારો આવી શકે છે. જો કે ઉર્જા અને ઈશ્વરીય શક્તિનુ પ્રતિ દીપક ઘરના જુદા જુદા ખૂણામાં પ્રગટાવવાથી તમને લાભની પ્રાપ્તિ થાય છે.  આજે અમે તમને બતાવીશુ કે ઘરના કયા ખૂણામાં દિવો પ્રગટાવવાથી લાભ મળે છે.  
 
પૂર્વ અને પશ્ચિમ દિશામાં દિવો પ્રગટાવવાનો લાભ 
વાસ્તુ મુજબ જો તમે ઘરની પૂર્વ દિશામાં દિવો પ્રગટાવો છો તો અકાળ મૃત્યુ થતુ નથી અને સાથે જ તમારી વય પણ વધે છે. બીજી બાજુ પશ્ચિમ દિશામાં દિવો પ્રગટાવવાથી ઘરની સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને પરિવારમાં સુખ શાંતિ કાયમ રહે છે. 
 
ઉત્તર દિશા અને દક્ષિણ દિશામાં દિવો પ્રગટાવવાના લાભ 
વાસ્તુ શાસ્ત્રનુ માનીએ તો ઉત્તર દિશામાં દિવો પ્રગટાવવાથી ઘરનો આર્થિક પક્ષ મજબૂત થાય છે. તમારા ઘરમાં પૈસાની ક્યારેય કમી નથી થતી કારણ કે આ કુબેરની દિશા માનવામાં આવે છે. બીજી બાજુ દક્ષિણ દિશામાં દિવો પ્રગટાવવાથી તમને પિતરોનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પિતૃ દોષથી મુક્તિ મળે છે.  
 
ઈશાન ખૂણો (ઉત્તર પૂર્વ દિશા) માં દિવો પ્રગટાવવાના લાભ 
ઈશાન ખૂણાને ઈશ્વરની દિશા કહેવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આ દિશામાં દેવી-દેવતા નિવાસ કરે છે. તેથી ઘરનુ મંદિર આ દિશામાં બનાવવાનુ કહેવામાં આવે છે.  આ દિશામાં દિવો પ્રગટાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને દેવી દેવતાઓને આશીર્વાદ તમને મળે છે.  
 
અગ્નેય ખૂણો (દક્ષિણ-પૂર્વ દિશા) માં દિવો પ્રગટાવવાના લાભ 
આ દિશા અગ્નિદેવની માનવામાં આવે છે. આ દિશામાં જો તમે દિવો પ્રગટાવો છો તો અગ્નિ દેવીની કૃપા તમને પ્રાપ્ત થાય છે. આ દિશામાં દિવો પ્રગટાવવાથી માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. 
 
નૈઋત્ય કોણ (દક્ષિણ-પશ્ચિમ દિશા)માં દિવો પ્રગટાવવાના લાભ 
આ દિવો પ્રગટાવવાથી તમને વૈવાહિક જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે.  તમારા સ્વાસ્થ્યમાં પણ સારા ફેરફાર આવે છે અને ઘરના લોકો નકારાત્મકતાની ચપેટમાં આવતા નથી. 
 
વાયવ્ય કોણ (ઉત્તર પશ્ચિમ દિશા) 
વાયવ્ય ખૂણામાં દિવો પ્રગટાવવાથી તમારા અટવાયેલા કામ પૂરા થાય છે. જીવનમાં પરેશાનીઓ આવતી નથી.  આ સાથે જ શત્રુ પક્ષ પર પણ તમે વિજય પ્રાપ્ત કરી શકો છો.  
 
ઘરમાં દિવો પ્રગટાવવાનો યોગ્ય સમય  
ઘરના જુદા જુદા ખૂણામાં દિવો પ્રગટાવવાનો સૌથી યોગ્ય સમય સૂર્યાસ્ત પછીનો હોય છે. તેને પ્રદોષકાળ પણ કહેવામાં આવે છે. આ સમય જો તમે ઘરમાં દિવો પ્રગટાવો છો તો  અનેક પ્રકારના લાભ તમે પ્રાપ્ત કરી શકો છો.   

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર