વસંતપંચમી : સફળતા મેળવવા માં સરસ્વતીના 12 નામોનું ઉચ્ચારણ કરો

ભારતમાં વસંત પંચમીનો ઉત્સવ જ્ઞાનની દેવી 'માં સરસ્વતી'ના જન્મ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દ્રષ્ટિએ વસંતની ઋતુ બધા માટે ખૂબ મહત્વની છે. આ દિવસે મા સરસ્વતીને પ્રસન્ન કરવા માટે તેમના 12 નામોનું ઉચ્ચારણ કરવુ જોઈએ. 



આગળ મા સરસ્વતીના 12 નામ 

P.R

માં સરસ્વતીના બાર નામ :

ભારતી, સરસ્વતી, શારદા, હંસવાહિની, જગતી, વાગીશ્વરી, કુમુદી, બ્રહ્મચારિણી, બુદ્ધિદાત્રી, વરદાયિની, ચંદ્રકાંતિ વ ભુવનેશ્વરી.

આ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરી પીળુ ચંદન, પીળા અક્ષત, પીળા ફૂલ, ધૂપ દીપ નૈવેધ, ગંગા જળ પાન, સોપરી, લવિંગ, ઈલાયચી, પીળા વસ્ત્ર, વાદ્ય યંત્ર, પુસ્તકો વગેરેથી સરસ્વતીની પ્રતિમાને ઊંચા આસન પર મુકી પૂજા કરવી જોઈએ અને ઉભા થઈને સરસ્વતીની આરતી કરવી જોઈએ.

આ બાર નામ તમારા અજ્ઞાનનો નાશ કરીને પ્રકાશ તરફ લઈ જાય છે. વસંત પંચમીના અબોધ નક્ષત્રમાં પણ માં સરસ્વતીનુ વિધિપૂર્વક પૂજન કરવાથી ચોક્કસ સફળતા મળે છે. આ દિવસે ભક્તો પર માતાની વિશેષ કૃપા રહે છે.

વેબદુનિયા પર વાંચો