ઉત્તર પ્રદેશ વિધાનસભાની 403 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણોમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગાઢ મુકાબલો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં આ વખતે 7 તબક્કામાં મતદાન થયું છે. ઉત્તર પ્રદેશની તમામ 403 વિધાનસભા બેઠકો માટેની ચૂંટણી સોમવારે પૂર્ણ થયા બાદ વિવિધ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા એક્ઝિટ પોલ અનુસાર, ભારતીય જનતા પાર્ટી (BJP)ને રાજ્યમાં બહુમતી મળવાની સંભાવના છે