સીતારમણે જણાવ્યું કે સંરક્ષણ 25 ટકા આરએંડડી બજેટ સાથે ડિફેંસ આરએંડડી(Defence R&Dને ઈંડસ્ટ્રી સ્ટાર્ટઅપ્સ અને એકેડેમિયા માટે ખોલવામાં આવશે. ઉદ્યોગોને લશ્કરી સાધનો બનાવવા માટે પ્રઈવેટ સેક્ટરને પ્રોત્સાહિત કરવામાં આવશે. પ્રાઈવેટ ઈંડસ્ટ્રી(DRDO)અને અન્ય સંસ્થાઓ સાથે મળીને કામ કરી શકશે. 2022-23માં ડિફેંસમાં 68 ટકા કૈપિટલ પ્રોક્યોરમેંટ બજેટ સ્થાનિક ઈંડસ્ટ્રી માટે મુકવામાં આવ્યો છે જે અગાઉના નાણાકીય વર્ષમાં 58 ટકા હતા. એટલે કે આગામી નાણાકીય વર્ષમાં 68 ટકા ખરીદી સ્થાનિક ઉદ્યોગમાંથી કરવામાં આવશે.
આત્મનિર્ભર બનવુ શા માટે છે જરૂરી ?
ભારત સંરક્ષણ સાધનોનો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. એવું કહેવાય છે કે જે દેશ ડિફેંસ ઈકવિપમેંટની આયાત પર નિર્ભર હોય છે તે ક્યારેય મજબૂત બની શકતો નથી. તેથી દેશના આત્મ સન્માન માટે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવું ખૂબ જ જરૂરી છે. તાજેતરમાં, સરકારે ઘણા રક્ષા સોદાઓ પર મહોર લગાવી છે, પરંતુ આ વ્યવસ્થાઓ વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના માટે હજુ પણ અપૂરતી છે.
ગયા વર્ષે સરકારે 4.78 લાખ કરોડ રૂપિયાનું સંરક્ષણ બજેટ રાખ્યું હતું. તે પહેલા વર્ષ 2020-2021માં આ બજેટ 4.71 લાખ કરોડ રૂપિયા હતું. ચીન સાથેની સરહદે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને સંરક્ષણ બજેટમાં નોંધપાત્ર વધારાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. દેશના સંરક્ષણ બજેટનો મોટો હિસ્સો સૈનિકોના પગાર અને ભૂતપૂર્વ સૈનિકોના પેન્શનમાં જાય છે. આ પછી, બાકીની રકમથી સેનાની તમામ જરૂરિયાતો પૂરી થતી નથી.