Agriculture Budget 2022: ખેડૂતો માટે બજેટમાં આ 10 મોટા એલાન, જાણો એગ્રિકલ્ચર સેક્ટરને શુ શુ મળ્યુ

મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (13:04 IST)
Farmers And Agriculture Sector Related Announcements
નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ  દેશનું આજનું બજેટ (Budget 2022) રજુ કર્યુ, જેમાં તેમણે ખેડૂતોને લગતી ઘણી મહત્વની જાહેરાતો (Budget 2022 for farmers) કરી.  તેમણે કહ્યું કે 2021-22માં ખેડૂતો (Budget 2022 for agricultre sector) રવિ અને ખરીફ પાકોનું રક્ષણ કરતા  2.37 લાખ કરોડ રૂપિયાની MSP ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આવો જાણીએ આ બજેટમાં ખેડૂતો માટે શું જાહેરાત કરવામાં આવી છે.
 
 
1- ખેડૂતોના ખાતામાં 2.37 લાખ કરોડ રૂપિયાની એમએસપી સીધી  ટ્રાન્સફર કરવામાં આવશે.
2- નિર્મલા સીતારમણે કહ્યું કે આગામી દિવસોમાં રસાયણ મુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગંગાના કિનારે ખેડૂતોની જમીનનો 5 કિલોમીટરનો કોરિડોર પસંદ કરવામાં આવશે.
3- ઓઈલ સીડની આયાત ઘટાડવાની દિશામાં કામ કરીને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે.
4- નાણામંત્રીએ ખેડૂતો સુધી ટેકનોલોજી લાવવાની દિશામાં કામ કરવાની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે પીપીપી મોડલ હેઠળ યોજનાઓ લાવવામાં આવશે, જેના દ્વારા ખેડૂતોને ડિજિટલ અને હાઇટેક ટેકનોલોજી પ્રદાન કરવામાં આવશે.
5- ખેડૂતોની ખેતીના મૂલ્યાંકન માટે પણ ડ્રોન ટેક્નોલોજીની મદદ લેવામાં આવશે. આ સાથે ડ્રોન દ્વારા પોષક તત્વો અને જંતુનાશકોના છંટકાવને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
7- નિર્મલા સીતારમણે કહ્યું કે રાજ્યોને એગ્રિકલ્ચર યુનિવર્સિટીઓને રિવાઈવ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.
સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે.
9- નાબાર્ડ દ્વારા એગ્રીકલ્ચર સંબંધિત સ્ટાર્ટઅપ્સ અને  ગ્રામીણ સાહસોને ફાઈનાન્સ આપવામાં આવશે, જે ખેતી સાથે સંકળાયેલા હશે.
10. ખેડૂતોને ફળ અને શાકભાજીની યોગ્ય વેરાયટી ઉપયોગ કરવા માટે સરકાર કંપ્રેહેંસિવ પેકેજ આપશે. જેમા રાજ્યોની પણ ભાગીદારી હશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર