જાણો કોણ છે મોદી કેબિનેટના હાઈ પ્રોફાઈલ મંત્રી પીયૂષ ગોયલ... જે રજુ કરશે Budget 2019
ગુરુવાર, 31 જાન્યુઆરી 2019 (17:27 IST)
. મોદી સરકારમાં પહેલીવાર અરુણ જેટલીના સ્થાન પર પીયૂષ ગોયલ (Piyush Goyal) બજેટ (Budget 2019) રજુ કરશે. લોકસભા ચૂંટણીના ઠીક પહેલા રજુ થવા જઈ રહેલ આ બજેટને લઈને ગોયલ સમક્ષ અનેક પડકારો છે. પણ ગોયલ આ પહેલા પણ અનેક પડકારોનો સામનો કરી ચુક્યા છે. ગોયલ મોદી સરકારના હાઈ પ્રોફાઈલ મંત્રી માનવામાં આવે છે. હાલ તેમની પાસે રેલવે અને કોલસા મંત્રાલય જેવા પડકારપૂર્ણ મંત્રાલય છે. આવો જાણીએ પીયૂષ ગોયલમાં એવી કંઈ કંઈ વિશેષતા છે જેને કારણે પ્રધાનમંત્રી મોદીના તેઓ વિશ્વાસપાત્ર માનવામાં આવે છે.
પહેલી જ વારમાં સ્વતંત્ર પ્રભાર
પીયૂષ ગોયલ જ્યારે 50 વર્ષના હતા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા જ મંત્રીમંડળમાં તેમને સામેલ કરી લીધા. પ્રધાનમંત્રીએ ગોયલને ખૂબ જ મજબૂત માનવામાં આવતા પાવર, રિન્યૂએબલ એનર્જી અને કોલસા મંત્રાલય સોંપી દીધા. આમ તો તેમને રાજ્ય મંત્રી બનાવાયા પણ તેમને સ્વતંત્ર પ્રભાર આપીને સંપૂર્ણ રીતે કામ કરવાની તક આપી.
ગોયલ આ મત્વના પદ સાચવી ચુક્યા છે
- 2001-2004 : નિદેશક (ગર્વમેંટ નોમિની) બેંક ઓફ બડોદા