જો તમે સિંહસ્થમાં જઈ રહ્યા છો તો આ 14 વાતોનુ રાખો ધ્યાન

બુધવાર, 20 એપ્રિલ 2016 (16:43 IST)
સંસારના સૌથી મોટા ધાર્મિક ઉત્સવમાં જો તમે જઈ રહ્યા છો તો તમારે માટે કેટલીક જરૂરી ટિપ્સ અને સૂચના જેના પર અમલ કરીને તમે સુરક્ષા અને સુવિદ્યામાં રહેશો અને તીર્થ લાભ લઈ શકશો. 
1. ધાર્મિક વસ્ત્ર જ પહેરો - તમે કોઈપણ વિવાદથી બચવા માંગો છો તો ધાર્મિક વસ્ત્ર જ પહેરો. જેવી મહિલાઓ પીળા રંગની સાડી અને પુરૂષ સફેદ-પીળા રંગના કપડા. યુવતીઓ તનને પૂર્ણ રૂપે ઢાંકનારા વસ્ત્ર જ પહેરે. કુંભ મેળા પ્રશાસને આ સંબંધમાં સૂચના આપી રાખી છે. આ તમારી અને બધાની સુવિદ્યા માટે છે. 
 
2. જરૂરી સામાન સાથે રાખો - તમે તમારી સાથે યાત્રાનો જરૂરી સામાન મુકો. જેવો કે ચાદર, શેતરંજી, ટોવેલ, ઓશીકુ ઉપરાંત પાણીની બોટલ, નેપકીન, એક જોડી સ્લીપર, તાપથી બચવા માટે કોટન કપડુ કે દુપટ્ટો અને જરૂરી દવાઓ.  ગરમીના પ્રભાવથી બચવા માટે ક્રીમ, સનગ્લાસ, ટોપી પણ સાથે રાખો. આ ઉપરાંત શહેર તીર્થ અને સ્નાનની માહિતી માટે જ જરૂરી પુસ્તક પણ સાથે રાખો જે તમારુ માર્ગદર્શન કરતી રહેશે. 
 
3. સ્નાન સંબંધી માહિતી - સામાન્ય લોકો માટે નદીમાં સ્નાન કરવાનો સમય નિર્ધારિત રહે છે. તેની સૂચના સતત મેળામાં કરવામાં આવે છે. સવારે સાધુઓના સ્નાન પછી જ અન્ય લોકો સ્નાન કરી શકે છે. 
 
સ્ત્રીઓને સ્નાન કરતી વખતે વસ્ત્ર સંબંધી વિશેષ સલાહ આપવામાં આવે છે. પુરૂષો માટે જરૂરી છે કે તેઓ સ્નાનનું મહત્વ સમજે કારણ કે આ અવસર તેમના તરવાની મજા ઉઠાવવાનો નથી. મહિલા અને પુરૂષો માટે જુદા જુદા ઘાટ કે સ્થાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાતનુ ધ્યાન જરૂર રાખો.  સ્નાન કરતી વખતે નદીમાં ત્યા સુધી જ જાવ જ્યા સુધી જવાની સલાહ આપવામાં આવી છે. 

4. સાફ-સફાઈનુ ધ્યાન રાખો - નદીમાં ન્હાતી વખતે ક્ષિપ્રા નદીની સાફ-સફાઈનુ વિશેષ ધ્યાન રાખો. સાબુનો પ્રયોગ ન કરો અને નદીમાં કપડા ન ધુઓ. સુરક્ષિત ઘેરામાં જ સ્નાન કરો. પૂજા સામગ્રી, ફૂલમાળા મૂર્તિ વગેરે ગંગામાં પ્રવાહિત ન કરો. કચરો કચરાપેટીમાં જ નાખો.  મેળામાં ક્યાય પોલીથીનનો પ્રયોગ ન કરો કે ન ગંદકી ફેલાવો. મેળાને સ્વચ્છ રાખવામા મદદ કરો. 
 
5. સાધુઓનુ કરો સન્માન - મોટાભાગે જોવામાં આવે છે કે નાગા સાધુઓની શિબિરની આસપાસ ભીડ વધુ રહે છે. ત્યા લોકો નાગા સાધુઓ અને તેની ગતિવિધિઓ જોવા માટે એકત્ર થાય છે. પણ આવુ કરવાથી નાગા સાધુઓને અસહજતા લાગે છે.  સાધુ સંતોની શિબિર કે શિબિરની આજુબાજુ બિનજરૂરી ભીડ ન વધારો.  બની શકે કે સાધુ તમારી હરકતોથી ભડકી જાય. 
 
6. પવિત્રતાનુ પાલન કરો - તમે ધાર્મિક ઉત્સવમાં પુણ્ય કમાવવા જઈ રહ્યા છો તો મન વચન અને કર્મથી પવિત્ર બન્યા રહો. કુંભ મેળો તમારા મનોરંજન, હસી મજાક, પિકનિક પાર્ટી કે હરવા ફરવા માટે નથી. મહેરબાની કરીને આનુ વિશેષ ધ્યાન રાખતા કુંભની ગરિમાને સમજો.  ક્યાય પણ અપશબ્દોનો પ્રયોગ ન કરો.  

7. ખાન-પાન સંબંધી સલાહ - હમેશા જોવાય છે કે લોકો , બસ સ્ટેંડ , રેલ્વે સ્ટેશન , રોદ બાજુ વગેરે જગ્યાઓ પર એમના સાથે લાવેલ ભોજન કરવા લાગે છે. આથી બધાને અસુવિધા તો થાય જ છે સાથે જ ગંદગી પણ ફેલે છે. એના માટે પ્રશાસનને પાંડાલ બનાવી રાખ્યા છે. તમે ઈચ્છો તો કોઈ હોટલ કે રેસ્ટોરેંટમાં જઈને પણ તમારા સાથે લાવેલ ભોજન કરી શકો છો. 
 
 બજાર , લારેની ખાદ્ય સામગ્રીથી પરહેજ કરો. કારણકે એ દૂષિત થઈ શકે છે. સ્વચ્છ પાણી હમેશા સાથે રાખો કે પછી કોઈ સ્વચ્છ સ્થાન થી જ પાણી પીવું. આથી તમે પ્રદૂષિત જળથી થતી રોગોથી બચી જશે. 

તડકામાં ચાલવાથી લગભગ દોઢ લીટર પાણી પરસેવામાં નીકળી જશે. જેમા ડીહાઈડ્રેશનનો ખતરો રહે છે. જેથી ઓછામાં ઓછુ ચાર લીટર પાણી તમારી સાથે રાખો. 
 
- તમે શાહી સ્નાનમાં જઈ રહ્યા છો તો ધ્યાન રાખો કે 40 ડિગ્રી તાપમાનમાં પણ તબિયત ખરાબ ન થાય. ડોક્ટરોનું કહેવુ છે કે કે કૈપ, છત્રી, ચશ્મા, કોટનનો મોઢા પર બાંધવાનુ કપડુ કે દુપટ્ટો, સાથે રાખો. 
 
- ઓઆરએસ લઈને ચાલો 
 
ઓઆરએસનુ પેકેટ સાથે લઈને નીકળો કે પછી પાણીમાં એક ચમચી મીઠા સાથે બે ચમચી ખાંડ નાખીને તૈયાર કરી સાથે રાખો. તેનાથી તમને મીઠુ અને પાણીની કમી નહી રહે. પૈરાસીટામોલ ટેબલેટ તાવ આવતા દિવસમાં ત્રણ વાર લો. 
 
ગરમીથી બચવા માટે 
 
ગરમીથી બચવા માટે લાઈટ કલરના કપડા પહેરો. 
- દોઢ લીટર પાણી પરસેવાના રૂપમાં બહાર નીકળી જાય છે આવામાં તમારે લગભગ ચાર લીટર પાણી પીવુ પડશે.  જેનાથી તમને ડિહાઈડ્રેશન નહી થાય. 
- તાજો ખોરાક ખાઈને નીકળો 
- કેરીનુ પનુ અને મઠ્ઠો વાપરો 
 
કઈ બીમારીના લોકોએ શુ કરવુ જોઈએ 
 
હ્રદય રોગી - એક કે બે કિમીથી વધુ એક સાથે પગપાળા ન ચાલો. સમય પર દવા લો. ખુલ્લી ખાદ્ય સામગ્રીનુ સેવન ન કરો. 
 
ડાયાબીટિસના દર્દી - તમે પણ વધુ પગપાળા ન ચાલો. ઉઘાડા પગે તો બિલકુલ નહી.  તેનાથી પગમાં છાલા કે ઘા થઈ શકે છે. ઈંસુલીન સમય પર લો.  કોલ્ડ્રિંક્સથી બચો. 
 
અસ્થમા - અસ્થેલિન ઈન્હેલર સાથે રાખો. તકલીફ થતા બે પમ્પ લો. પગપાળા ન ચાલો.  ધૂળ ધુમાડાથી બચવા માટે નાક કાન અને મોઢુ ઢાંકીને રાખો. 
 
બ્લડપ્રેશર - ટેબલેટ સાથે લઈને ચાલો.  તળેલી ખાદ્ય સામગ્રીથી બચો. મીઠુ અથાણુ અને મસાલેદાર ખાદ્ય સામગ્રીથી બહ્કો. 
 
એલર્જી - માસ્ક પહેરો સિટ્રેજીન ટેબલેટ સાથે રાખો.  માસ્ક ન હોય તો કપડાથી મોઢુ નાક ઢાંકીને રાખો.  
 
ચિકિત્સકીય સેવાઓ માટે આ નંબર લગાવો - 
 
સ્વાસ્થ્ય વિભાગના કંટ્રોલ રૂમ નંબર 0734-4061041 
 
જીલ્લા હોસ્પિટલ ઈમરજેંસી નંબર - 0734-2550102, 2550017 
આરએમઓ કાર્યાલય - 0734-2557202 પર કોલ કરી શકો છો. 

 
8.  સુરક્ષા સલાહ- લાવારિસ વસ્તુઓ મળતા મેળા પ્રશાસન કે પુલિસ વિભાગને સૂચિત કરવા તમારા ફરજ છે. કોઈ પણ રીતની સંદિગ્ધ કાર્યને અનજોયું ન કરો. નઓકામાં વેસતા કે નહાતા સમયે સુરક્ષાના ધ્યાન રાખો. રાત્રેના સમય પહેલા જ નક્કી કરેલ સ્થાન પર પહોંચી જાઓ . વગર કારણે મેળામાં ફરતા ન રહેવું. 
 
9. યાતાયાત નિયમોના પાલન કરો- યાતાયાત નિયમોના પાલન કરતા નક્કી કરેલ પાર્કિંગ સ્થળો પર જ તમારા વાહનને ઉભા કરો. દરેક ક્યાં વાહન ઉભા કરવાથી બધાને અસુવિધા થશે અને આ રીતે વ્યવસ્થા પણ બગડશે. 

 
10. સભ્ય નાગરિક બનીને રહો- દરેક રીતના ધાર્મિક આયોજનમાં ભગદડની શકયતા , અસામાજિક તત્વોની સક્રિયતા અને ગૈર ધાર્મિક લોકોની બિનજરૂરી કાર્યથી તનાવની સ્થિતિ ઉત્પન્ન થાય છે. 
 
11. દાન કરો સોચી -વિચારીને- હમેશા ઢોંગી સાધુઓના ચક્કરમાં ફંસીને માણસ એમની ખિસ્સા ઢીલો કરી નાખે છે. તો કોઈ પણ રીતના મોહથી મુશ્કેલીમાં ફંસવાથી બચવા માટે આ રીતના પંડિતો સાધુઓથી દૂર રહો. બીજા ભિખારીઓને દૂર રાખો. 
12. ખરાબ કાર્યોથી દૂર રહો- માન્યતા છે કે જો કુંભ તીર્થ કરતા બળદ , ભેંસ પર સવાર થઈને ફરે છે એ નરકવાસી બને છે. . જો કોઈ માણસ કોઈ સાધુ-સંતના અપમાન કરે છે કે એમનો મજાક બનાવે છે તો એ નીચ યોનિમાં જન્મ લે છે. 
 
13. આ તો કદાચ ન કરવું- કોઈ પણ રીતે માંસ મદિરા વગેરે તામસિક ભોજનના સેવન કરે છે એ અદૃશ્ય સાધુ આત્માઓ દ્વારા શાપિત હોય છે. માસિક ધર ગ્રસિત યુવતી કે અપવિત્ર કર્મ કરતા પુરૂષ તીર્થ સ્નાન ન કરવા. આવું કરવાથે પાપ લાગે છે . નદીમાં  મૂત્ર ત્યાગ કરવા મહાપાપ ગણાય છે. 
 
14. સારા કર્મ કરો-  કુંભ તીર્થ કલ્પવાસ , સ્નાન અને સત્સંગ માટે હોય છે. તીર્થ યાત્રા , પર્યટન કે મનોરંજન માટે નહી આથી તીર્થમાં જપ , તપ અને તનને પવિત્ર કરવા માટે દરરોજ બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠયા પછી સ્નાન કર્યા પછી સવારે અને સાંજે  સંધ્યાવંદન કરો અને બીજા સમયેમાં વૈષ્ણવ શૈવ અને ઉદાસીન  સાદ હુઓના પ્રવચન સાંભળો. 
 

વેબદુનિયા પર વાંચો