રેસ્ટોરેંટના માલિકે Munawar Faruqui પર ફેક્યા ઈંડા

ગુરુવાર, 11 એપ્રિલ 2024 (11:42 IST)
Munawar Faruqui: બિગ બોસ 17ના વિજેતા સ્ટેડઅપ કોમેડિયન મુનવ્વર ફારુકી એકવાર ફરી ચર્ચામાં આવી ગયા છે.  તાજેતરમાં જ તેમને  હુક્કા પાર્લરમાં હુક્કો પીતા જોવામાં આવ્યા બાદ પોલીસે તેમને અરેસ્ટ કર્ય હતા.  જો કે પછી તેમને છોડી દેવામાં આવ્યા હતા. બીજી બાજુ હવે મુનવ્વર એક વાર ફરી વિવાદમાં ફસાયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે સ્ટેંડઅપ કોમેડિયન સાથે એક એવી ઘટના બની જ્યારબાદ તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોચી ગયો.  
 
ગુસ્સામાં ફેક્યા ઈંડા 
મુનવ્વર ગઈકાલે રાત્રે મુંબઈના મોહમ્મદ અલી રોડ પર ઈફ્તાર પાર્ટી માટે પહોચ્યા હતા. તેમને જોતા જ લોકોની ભીડ એકત્ર થઈ ગઈ અને ભીડે તેમને ઘેરી લીધા. પછી અચાનક રેસ્ટોરેંટના માલિકે મુનવ્વર પર ગુસ્સામાં ઈંડા ફેક્યા. ટાઈમ્સ ઓફ ઈંડિયાની રિપોર્ટે સૂત્રોના હવાલાથી માહિતી આપી કે મુનવ્વર એક રેસ્ટોરેંટને છોડીને બીજા રેસ્ટોરેન્ટ પર જતા રહ્યા. જ્યારબાદ રેસ્ટોરેંટ માલિકનો ગુસ્સો ભડકી ઉઠ્યો અને તેમને સ્ટેંડઅપ કોમેડિયન પર ઈંડા ફેકવા શરૂ કર્યા. 
 
વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મુનવ્વર ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. જો કે એ રેસ્ટોરેંટના માલિક અને 5 સ્ટાફ મેમ્બરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ પહેલા સ્ટેંડઅપ કોમેડિયનને હુક્કા પાર્લરમાં સ્પોટ કર્યા હતા. ત્યારે કોમેડિયનની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ મુજબ બિગ બોસ 
17ના વિજેતા મુનવ્વર ફારુકી અને 13 બીજાને ફોર્ટ વિસ્તારમાં હુક્કા બારમાં છાપામારી મામલે અરેસ્ટ કરવામાં આવ્યા અંબે તેમના વિરુરુદ્ધ મામલો નોંધવામાં આવ્યો છે. જો કે પૂછપરછ પછી બધા આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર