લગ્નના 10 વર્ષ પછી થઈ ગર્ભવતી
ટીવી એક્ટ્રેસ નેહા મર્દા(Neha Marda) એ વર્ષ 2012માં પટનાના એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તે કામના કારણે મુંબઈમાં રહેતી હતી અને રજા પર પતિ અને પરિવાર સાથે પટના જતી હતી. નેહા મર્દાની ગણતરી ટીવી જગતની જાણીતી અભિનેત્રીઓમાં થાય છે, ટીવી સિરિયલ 'બાલિકા વધૂ' સિવાય તેણે 'ડોલી અરમાનો કી', 'એક હજારોં મેં મેરી બહના હૈ' અને 'દેવોં કે દેવ મહાદેવ' જેવી સિરિયલોમાં કામ કર્યું છે. . ટીવી સિરિયલોમાં ભલે નેહા મર્દાનો સિમ્પલ અવતાર જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં નેહા ખૂબ જ ગ્લેમરસ છે. નેહા મર્દા સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે.