મૂવી- મેને પ્યાર કિયા, હમ આપકે હૈ કૌન ..
તારક મહેતાની કૉલમ પરથી બનેલા શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ અભૂત પૂર્વ સફળતા મેળવી. અને સાથે જ આ શો જેના પર નભ્યો તે જેઠાલાલ પણ જબરજસ્ત લોકપ્રિય થઈ ગયા. જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીની શૉમાં ગેરહાજરી કલ્પવી મુશ્કેલ છે.
તારક મહેતા કા ઉલટા ચશ્માના જેઠાલાલ એટલે જાણીતા ગુજરાતી અભિનેતા દિલીપ જોશી.આમ તો દિલીપ જોશીએ ગુજરાતી નાટકો,ફિલ્મો અને હિન્દી ફિલ્મોમાં ઘણી વિવિધ ભૂમિકાઓ ભજવી છે.આમ છતાં તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીવી સિરિયલના વેપારી જેઠાલાલની ભૂમિકાને સૌથી વધુ લોકપ્રિયતા મળી છે.સાથોસાથ તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલે 3000થી વધારે હપ્તા પૂરા કર્યા છે.સતત 12 વરસથી રજૂ થઇ રહી છે.