અક્ષરાએ બદલી નાંખ્યો દેખાવ

શુક્રવાર, 24 માર્ચ 2017 (14:13 IST)
ટીવીના શૌકીન લોકોમાં એક પ્રચલિત નામ છે અક્ષરા. યે રિશ્તા કયા કહેલાતા હૈ શો થી ઘર-ઘરમાં જાણીતી બનેલી હીના ખાન(અક્ષરા) હવે આ શો મૂકી દીધા છે. તેની સાથે કરણ મહેરાએ પણ શોને અલવીદા કહી હતી. તોય પણ હીના સતત ચર્ચામાં રહે છે. હવે તે નવા શોમાં આવવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી દર્શકોએ હીનાને સાડી અને લહંગામાં જ જોઇ હતી. પરંતું હવે હીનાએ મેકઓવર કરી પોતાનો દેખાવ એકદમ બદલી નાંખ્યો છે. હીના કહે છે મને સતત ફિલ્મ અને ટીવી શો માટે ઓફર મળતી જ રહે છે. હું એક ખાસ સ્ક્રિપ્ટની રાહમાં હતી જે હવે મળી છે. હું જલ્દીથી ટીવી પરદે પાછી આવીશ અને મારા ચાહકોને નિરાશ નહિ કરું.
 

વેબદુનિયા પર વાંચો