ટીવી સીરિયલ 'ભાભીજી ઘર પર હૈ' દ્વારા લોકોના દિલો સુધી પહોંચનારી સૌમ્યા ટંડન પોતાના વાસ્તવિક જીવનમાં લગ્ન કરવા જઈ રહી છે. સૌમ્યા પોતાના પુરૂષ મિત્ર સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કરશે. બંને લાંબા સમયથી લિવ ઈન રિલેશનમાં રહી રહ્યા છે. સૌમ્યા ભાભીજી ઘર પર હૈ માં અનીતા ભાભીનુ પાત્ર ભજવી રહી છે. જેને લોકો ખૂબ પસંદ કરે છે.