Anupamaa: વનરાજને કાવ્યાએ આપ્યો જોરદાર આંચકો, મોઢુ જોતો રહી ગયો શાહ પરિવાર, જુઓ સ્ટોરીમાં ધમાકેદાર ટ્વિસ્ટ

સોમવાર, 22 નવેમ્બર 2021 (21:03 IST)
પ્રખ્યાત ટીવી શો 'અનુપમા' (Anupamaa) આ દિવસોમાં જબરદસ્ત ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સનો સિલસિલો ચાલી રહ્યો છે. જ્યારથી અનુપમાએ ઘર છોડ્યું ત્યારથી શાહ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. હાલમાં જ કાવ્યાએ વનરાજને મોટો આંચકો આપતા એક એવું કામ કર્યું છે, જેના વિશે ખબર પડતાં જ શાહ પરિવારના પગ નીચેથી જમીન સરકી જશે. આ દરમિયાન અનુપમા પણ પરિવારની વચ્ચે હજાર જોવા મળી હતી.  દેખીતુ છે કે આ ધમાકેદાર ટ્વિસ્ટ  વનરાજને કાવ્યા સામે બદલો લેવા દબાણ કરશે.
 
કાવ્યાએ આપ્યો જોર આંચકો 
અનુપમાના આગામી એપિસોડ્સમાં જોવા મળશે કે શાહ પરિવારની સામે વનરાજ અને કાવ્યા વચ્ચેનો હાઈવોલ્ટેજ ડ્રામા શોકિંગ ટ્વિસ્ટ પર પહોંચશે. સામે આવેલા પ્રોમોમાં, જ્યારે વનરાજ, કાવ્યાનો હાથ પકડીને કહેશે, 'મારા બાપુજી આ ઘરમાં પૂરા સન્માન સાથે આવશે અને આપણે બંને આ ઘર છોડી જઈશું'. આ સાંભળતા જ કાવ્યા વનરાજનો હાથ ઝટકી દેશે અને પ્રોપર્ટીના કાગળો લાવીને વનરાજ સામે મુકશે. આ જોઈને વનરાજ પોતાની આંખો પર વિશ્વાસ નહી થાય. કાવ્યાએ શાહ પરિવારનું ઘર પોતાના નામે કરાવી લીધુ. 
 
બંને વચ્ચે થયો ઝગડો 
 
કાવ્યાએ જણાવ્યું કે તેણે આ બધું રાખી દવેની મદદથી કર્યું છે. કાવ્યાના વર્તનથી વનરાજ એટલો ગુસ્સે થશે કે તે તેની સામે બદલો લેવાનું નક્કી કરશે. જ્યારે કાવ્યા કહેશે કે વનરાજ સાથે લગ્ન કરવું એ તેના જીવનની સૌથી મોટી ભૂલ છે, જેના પર વનરાજ પણ કહે છે કે કાવ્યાને શાહ પરિવારમાં લાવવી એ તેમની સૌથી મોટી ભૂલ છે. સાથે જ  આગામી એપિસોડમાં, બાપુજી અનુપમાને કહેતા જોવા મળશે કે તેઓ તેનું ખૂબ સન્માન કરે છે અને તેઓ અનુપમાને અનુજના પ્રેમને સ્વીકારવા માટે પણ કહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર