Chanakya Niti : પત્ની અને ભાઈ બહેન આવુ કરે તો તેમને છોડવામા જ તમારી ભલાઈ છે

રવિવાર, 12 ડિસેમ્બર 2021 (08:08 IST)
આચાર્યનુ માનવુ હતુ કે ધર્મ હંમેશા માનવતા શિખવાડે છે. પરસ્પર પ્રેમનો ઉપદેશ આપે છે. દયા અને પ્રેમ કોઈપણ ધર્મના આભૂષણ છે. પરંતુ જે ધર્મ તમને હિંસાનો માર્ગ બતાવે, દયા કે ઉપદેશ ન આપેને ખોટા માર્ગે દોરી જાય તો એવા ધર્મનો કોઈપણ જાતના સંકોચ વગર ત્યાર કરી દેવો જોઈએ કારણ કે દયા વગરે કોઈપણ ધર્મ મનુષ્યને યોગ્ય રસ્તો નથી બતાવી શકતો. 
 
પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ત્યારે જ પ્રેમપૂર્વક આગળ સુધી ચાલી શકે છે જ્યારે બંને પોતાના સંબંધ અને ફરજ પ્રત્યે સજાગ હોય. જે પત્ની ખૂબ જ ગુસ્સામાં હોય, ઘરમાં મુશ્કેલીનું વાતાવરણ ઉભુ કરે અને પતિને સાથ ન આપે, સાચા અર્થમાં તેને જીવનસાથી કહેવાનો કોઈ અધિકાર નથી. તેનો ત્યાગ કરી દેવો જ યોગ્ય છે. 
ભાઈ-બહેનને મુશ્કેલ સમયનો સહારો માનવામાં આવે છે. પરંતુ જે ભાઈ કે બહેનને તમારે માટે પ્રેમ, આદર નથી, જેને તમારા દુ:ખ અને સુખની કોઈ પરવા નથી તેને છોડી દેવા જ તમારા હિતમાં છે. આવા સંબંધો બોજથી વધુ કંઈ નથી.
 
ગુરુ શિષ્યના ભવિષ્યના ઘડવૈયા છે, તેથી તેને માતા-પિતા જેવું જ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. પણ જો તમારા ગુરુ અજ્ઞાની હોય અથવા તમને ખોટા રસ્તે લઈ જાય તો તે ગુરુ કહેવાને લાયક નથી. આવા ગુરુને આજે જ છોડી દો.
 
ગુરુ શિષ્યના ભવિષ્યના ઘડવૈયા છે, તેથી તેને માતા-પિતા જેવું જ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. પણ જો તમારા ગુરુ અજ્ઞાની હોય અથવા તમને ખોટા રસ્તે લઈ જાય તો તે ગુરુ કહેવાને લાયક નથી. આવા ગુરુને આજે જ છોડી દો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર