આચાર્ય ચાણક્ય દ્વારા બતાવેલ નીતિઓ આજે પણ કારગર અને સત્યના નિકટ છે. આચાર્ય ચાણક્યએ જે નીતિઓ બતાવી છે જો વ્યક્તિ તેનો યોગ્ય રીતે પાલન કરે તો કલ્યાણ જ થાય. આજના યુગમાં દરેક વ્યક્તિની ઈચ્છા વધુથી વધુ પૈસા કમાવવાની અને સુખ ભોગવવાની હોય છે. કોઈને અકૃત સંપત્તિની ઈચ્છા હોય છે તો કોઈને માન સન્માનની. બીજી બાજુ કોઈને ભાગદોડના જીવનથી દૂર મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે.
બીજી કિમંતી વસ્તુ છે દ્વાદશી તિથિ
આચાર્ય ચાણક્યએ હિન્દુ પંચાગની બારમી તિથિ જેને દ્વાદશી તિથિ કહે છે તેને સૌથી પવિત્ર તિથિ બતાવી છે. દ્વાદશી તિથિ પર પુજા આરાધના અને ઉપવાસ રાખવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. દ્વાદશી તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય હોય છે.
મા થી મોટુ કોઈ બીજુ નહી - આચાર્ય ચાણક્યના મુજબ આ ઘરતીપર મા જ સૌથી મોટી છે. મા થી મોટા ન કોઈ દેવતા, ન કોઈ તીર્થ અને ન કોઈ ગુરૂ છે. જે વ્યક્તિ પોતાના માતા-પિતાની સેવા કરે છે તેને અન્ય કોઈની ભક્તિ કરવાની કોઈ જરૂર નથી હોતી.