ભોજનનો અનાદર ન કરો - ઘરના વડીલેએ ક્યારેય ખોરાકનો બગાડ ન કરવો જોઈએ. જરૂર હોય તેટલું જ લો. કારણ કે ઘરમાં બાળકો વડીલો પાસેથી જ શીખે છે. જો બાળકો તમને આ કરતા જોશે, તો આવતીકાલે તેઓ પણ આવું જ કરશે. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. ઘરની સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા માટે ક્યારેય પણ ખોરાકનો બગાડ ન કરશો.
વાતચીત કરતા રહો - ઘરના વડાએ દરેક સાથે વાત કરવી જોઈએ. આનાથી માત્ર સંબંધો જ નથી સુધરતા, પરંતુ ઘણી સમસ્યાઓનો ઉકેલ પણ આવી શકે છે. તેથી, દરેકની વાત સાંભળવી અને તેની ચર્ચા કરવી એ વડીલની ફરજ છે.