Chanakya Niti: મુશ્કેલ સમયમાં કામ આવે છે આ 5 વસ્તુ

મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (01:11 IST)
આચાર્ય ચાણક્ય એક મહાન રાજનીતિક, અર્થશાસ્ત્રી અને શિક્ષાવિદ્ માનવામાં આવે છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલી સમસ્યાઓની નીતિ બતાવી છે.  ચાણક્યની નીતિઓ  આજે પણ લોકો અપનાવે છે. એવું કહેવામાં આવે છે કે ચાણક્યની નીતિઓ અપનાવવી મુશ્કેલ છે, પરંતુ જેણે તેને અપનાવી લીધી તે ખુશ છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં મુશ્કેલ સમયમાં કામ આવનારી વસ્તુઓ બતાવી છે. ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિએ પાંચ વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ. આ વસ્તુઓ મુશ્કેલ સમયમા કામ આવે છે. 
 
1. ધર્મ - ચાણક્ય કહે છે કે વ્યક્તિએ હંમેશાં બીજાની મદદ કરવી જોઈએ. શક્ય તેટલું મન સારા કાર્યોમાં લગાવવુ જોઈએ. ભગવાનની ઉપાસના કરવી જોઈએ. ચાણક્ય કહે છે કે મુશ્કેલ સમય આવે ત્યારે ધર્મ  જ બચાવે છે.
 
2. અન્ન - ચાણક્ય કહે છે કે ઘરમાં અનાજની કમી ક્યારેય ન થવા દેવી જોઈએ. ચાણક્ય કહે છે કે જો ઘરમાં કોઈ મહેમાન આવે તો તેને ભોજન જરૂર કરાવવુ જોઈએ. એવું કહેવામાં આવે છે કે આવુ કરવાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ રહે છે.
 
3. ધન - ચાણક્ય મુજબ મુશ્કેલ સમયમાં પૈસા હોવા ખૂબ જ જરૂરી છે. પૈસા વ્યક્તિને મુશ્કેલીઓથી બચાવે છે. તેથી દરેક વ્યક્તિએ ધન એકત્ર કરવુ  જોઈએ.
 
4. ગુરુનો ઉપદેશ- ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિએ ગુરુનો ઉપદેશ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવો જોઈએ. તે મુજબ કાર્ય કરવું જોઈએ. ચાણક્ય કહે છે કે ગુરૂનો  ઉપદેશ જીવનની સમસ્યાઓનો ઉકેલનુ જ્ઞાન પ્રદાન કરે છે.
 
5. ઔષધિ - ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિએ દૈનિક જીવનમાં થનારી શારીરિક સમસ્યાઓથી સંબંધિત દવાઓ એકત્ર  કરવી જોઈએ. ચાણક્યનું માનવું છે કે જો શરીરમાં કોઈ તકલીફ હોય અને તેને સમયસર દવા ન આપવામાં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર