Tantr Mantr - મંગળવારના દિવસે કરેલા સો કામને સિદ્ધ કરશે આ 1 ઉપાય

મંગળવાર, 4 જુલાઈ 2017 (11:02 IST)
ભગવાન શિવના અગિયારમા અવતાર મનાતા ભગવાન હનુમાન આ કળયુગમાં મનોકામના સિદ્ધ કરનારા માનવામાં આવે છે. તેને બધા જીવીત દેવોમાંથી આજના કળયુગમાં એક દેવ માનવામાં આવ્યા છે. 
 
શિવના અગિયારમાં અવતાર હનુમાનજીને રુદ્ર અવતારના નામથી ઓળખવામાં આવે છે. માનવામાં આવે છેકે હનુમાનજીની ભક્તિ કરીને ખૂબ જલ્દી તેમની કૃપા મેળવી શકાય છે. 
 
આમ તો દરેક મનોકામના પૂરી કરવા માટે હનુમાનજીના જુદા જુદા મંત્ર અને અલગ અલગ ચોપાઈઓ છે. પણ આ બધા ઉપરાંત એક એવો ઉપાય છે જેને કરવાથી તમારા બધા કાર્ય સફળ થઈ શકે છે અને યોગ્ય કાર્ય માટે માંગેલી ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. 
 
જો તમે કોઈ સમસ્યામાં ફંસાયા છો તો મંગળવારના દિવસે એક ઉપાય કરી શકો છો. આવુ કરવાથી તમારા બધા કષ્ટોનું સમાધાન થઈ જશે. પણ ધ્યાન રાખો કે આ ઉપાય કોઈ અનુચિત કાર્ય કે કોઈને દુખ પહોંચાડવા માટે ન કરવામાં આવે નહી તો તેનુ પરિણામ ઊંધુ પણ થઈ શકે છે. 
 
આ માટે મંગળવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો. સ્નાન વગેરે કરીને પીપળના ઝાડથી 11 સુકા પાન તોડી લો.. આ ખંડિત ન હોવા જોઈએ. 
 
હવે આ 11 પાન પર તમારે શ્રીરામ નામ લખવાનુ છે. ત્યારબાદ ગંગાજળમં કુમકુમનું મિશ્રણ તૈયાર કરીને દરેક પાન પર રામનું નામ લખો. 
 
 જો શક્ય બની શકે તો દરેક પાન પર રામના નામ સાથે હનુમાનજીનુ પણ નામ લખો. ત્યારબાદ આ પાનની માળા બનાવો અને હનુમાન મંદિરમાં હનુમાનજીને અર્પિત કરી આવો. આ ઉપાય દરેક મનોકામના પૂરી કરે છે અને શનિ દોષોમાંથી મુક્તિ અપાવે છે.

વેબદુનિયા પર વાંચો