જલ્દી નોકરી મેળવવા માટે કરો આ 10 ઉપાય, મળશે મનપસંદ જોબ
શુક્રવાર, 25 માર્ચ 2022 (17:54 IST)
દરેકની ઈચ્છા હોય છે કે તે એક એવી નોકરી કરે જેમા સાર પૈસાની સાથે સાથે પ્રોગ્રેસ પણ થાય. પણ ક્યારેક યોગ્યતા હોવા છતા નોકરી મેળવવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે. જ્યોતિષ મુજબ આ બધાનુ કારણ ગ્રહ હોય છે. જેના કારણે બનતા કામ પણ બગડી જાય છે. અમે તમને બતાવી રહ્યા છે કેટલાક એવા ઉપાય જેને કરીને તમે તમારા રસ્તામાં આવનારા બધા અવરોધો દૂર થઈ શકે છે.
-સવાર સવારે પક્ષીઓને દાણા ખવડાવવાથી પણ નોકળી મેળવવામાં આવતી અડચણો દૂર થાય છે. પક્ષીઓંબે રોજ સાત પ્રકારના અનાજના દાણા નાખો. તમને નોકરી જરૂર મળશે.
- નોકરી મેળવવા માટે સફેદ કપડામાં કાળા ચોખા બાંધીને મહિનાના પહેલા સોમવારે માતા કાલીને અર્પણ કરો.
- ઈન્ટરવ્યુમાં જતા પહેલા એક લીંબુ લો અને તેના પર ચારેય દિશામાં ચાર લવિંગ લગાવો. તેની સાથે 'ઓમ શ્રી હનુમંતે નમઃ' મંત્રનો 108 વાર જાપ કરો અને પછી તેને તમારી પાસે રાખો. જ્યારે પણ તમે ઈન્ટરવ્યુમાં જાઓ ત્યારે આ કરો અને તમારી સાથે લીંબુ લઈ જાઓ. જલ્દી નોકરી મળશે.
-સારા કામ માટે બજરંગ બલીની પૂજા કરો. તમારા ઘરમાં ભગવાન હનુમાનની એવી તસવીર લગાવો જેમાં તેમની ઉડતી તસવીર હોય. દરરોજ તેની પૂજા કરો, તમારી બધી પરેશાનીઓ દૂર થઈ જશે અને તમને જલ્દી જ નોકરી મળી જશે.
- ઈન્ટરવ્યુમાં જતી વખતે ચણા કે લોટના પેડામાં ગોળ રાખીને ગાયને ખવડાવવાથી પણ નોકરીની સંભાવના વધે છે. ધ્યાન રાખો કે તમે આ ગાયને પોતાના હાથે ખવડાવો, તો જ તેનું ફળ મળશે.
- જે દિવસે ઈન્ટરવ્યુ હોય તે દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરો. નહાવાના પાણીમાં થોડી હળદરનો પાવડર મિક્સ કરો. આ પછી ભગવાનની સામે 11 અગરબત્તીઓ પ્રગટાવીને તમારી મનોકામના કહો. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
- જો તમે દર શનિવારે શનિદેવની પૂજા કરશો તો જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. દર શનિવારે તેમની પૂજા કરતી વખતે 108 વાર 'ઓમ શનિશ્ચરાય નમઃ' નો જાપ કરો. તમારી રાશિના તમામ અવરોધો દૂર થશે અને કામ જલ્દી થશે.
- ઈન્ટરવ્યુ આપતા પહેલા દહીં અને સાકર ખાઈને ઘરની બહાર નીકળો. ઘરની બહાર નીકળતી વખતે તમારો જમણો પગ આગળ રાખો. વડીલોની આ કહેવત ખરેખર અસરકારક છે.
- જે દિવસે ઈન્ટરવ્યુ હોય તે દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરો. નહાવાના પાણીમાં થોડી હળદરનો પાવડર મિક્સ કરો. આ પછી ભગવાનની સામે 11 અગરબત્તીઓ પ્રગટાવીને તમારી મનોકામના કહો. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.
- જ્યારે પણ તમે ઈન્ટરવ્યુ માટે જવા માંગતા હોવ તો તે દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરો. ઇન્ટરવ્યુમાં સફળ થયા પછી જ તમે પાછા આવશો.