Totke - જો ખાલી છે તમારુ ખિસ્સુ... તો આ ઉપાય અપાવશે ધન

મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (13:01 IST)
ચોખાનો ઉપયોગ ભોજન ઉપરાંત પૂજા-પાઠમાં પણ કરવામાં આવે છે. તેને એટલુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે પૂજાના સમયે દરેક કાર્યમાં ભલે એ સૂર્યને અર્ધ્ય આપવાનુ હોય કે માથા પર તિલક ધારણ કરવાનુ હોય દરેક કાર્યમાં ચોખા મતલબ અક્ષતનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
પૂજા પાઠ ઉપરાંત તેનો ઉપયોગ ટોના-ટોટકામાં પણ કરવામાં આવે છે.  મોટાભાગે જોવામાં આવ્યુ છે કે લોકો દિવાળીના અવસર પર એક વાડકીમાં ચોખામાં થોડા પૈસા મુકીને પંડિતને દાન કરે છે. 
 
આ ઉપરાંત ચોખાનો એક એવો શાસ્ત્રીય ઉપાય છે જેની મદદથી તમે તમારા ધનમાં બરકત મેળવી શકો છો. 
 
તમારી આવક ઓછી થઈ રહી છે કે પછી ઘરમાં પૈસા આવ્યા પછી હાથમાં રોકાતા નથી તો આવી સમસ્યાઓને હલ કરવા માટે પીળા ચોખાનો શાસ્ત્રીય ઉપાય તમારી મદદ કરશે.  આવો જાણીએ આ માટે તમારે શુ કરવાનુ રહેશે. 
 
અગિયારસ ના દિવસે કે શુક્રવારે સવાર સવારે જલ્દી  ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને મા લક્ષ્મીની મૂર્તિ સામે આસન બિછાવો. 
 
ત્યારબાદ 21 પીળા ચોખાના દાણાને લાલ રંગના રેશમી કપડામાં બાંધીને એક પોટલી બનાવીને લક્ષ્મી મા સામે મુકી દો.  
 
આ વાતનુ રાખો ધ્યાન 
 
ત્યારબાદ વિધિ વિધાન પૂર્વક લક્ષ્મીનુ પૂજન કરો. પૂજન પછી આ પોટલીને તમારા ઘરની તિજોરી કે પર્સમાં મુકી દો. અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો. 
 
ધ્યાન રહે કે 21 ના 21 ચોખાના દાણા તૂટેલા ન હોય. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે પીળા ચોખા ક્યાથી લાવવામાં આવે. 
 
આ રીતે બનાવો પીળા ચોખા 
 
તો એ માટે તમારે ફક્ત એટલુ જ કરવાનુ છે કે 21 ચોખાના દાણા પર સાધારણ પાણી છાંટો. જેથી તે પાણીમાં થોડા પલળી જાય. પછી હળદરને એ ચોખાની ઉપર લગાવી દો. 
 
પોટલીમાં બાંધો 
 
હવે તેને સુકાઈ જવા દો. ત્યારબાદ જ્યારે તે સૂકાય જાય તો તે પોટલીમાં બાંધી લો. 
 
માન્યતા છે કે પીળા ચોખાનો આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારેય ધનની હાનિ થતી નથી અને આર્થિક સંકટ સાથે સંકળાયેલ કોઈ કષ્ટ થતુ નથી.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર