આપણામાંથી ઘણા લોકો ભાત ખાવાના ખૂબ શોખીન હોય છે. પણ એ લોકોને ભાતનુ વધુ સેવન કરવાથી થનારા નુકશાન વિશે જાણ હોતી નથી. ભાતમાં કાર્બોહાઈડ્રેટ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેનાથી એ પચવામાં ખૂબ સરળ હોય છે પણ તેને સતત તમારા ડાયેટમાં લેવાથી તેનુ આપણા શરીર પર ખૂબ ખરાબ પ્રભાવ પડે છે. અનેક લોકો તો તેના વગર પોતાના ભોજનની થાળી અધૂરી જ સમજે છે. એ લોકોએ તેના નુકશાન વિશે જાણીને તેને ખાવાની રીત બદલવી પડશે.