સ્વીટ બ્રેડ રોલ રેસીપી

રવિવાર, 4 ઑગસ્ટ 2024 (17:04 IST)
સામગ્રી:
4-5 બ્રેડ સ્લાઈસ
1/2 કપ ખાંડ
1/2 કપ ક્રીમ
1/4 કપ સૂકા ફળો (કાજુ, બદામ, કિસમિસ)
1/4 ચમચી એલચી પાવડર
1 ટેબલસ્પૂન ઘી

બનાવવાની રીત 
બ્રેડના ટુકડામાંથી ક્રસ્ટ (બ્રાઉન ભાગ) કાઢી લો અને તેને રોલિંગ પિન વડે રોલ આઉટ કરો.
એક પેનમાં ઘી ગરમ કરી તેમાં ખાંડ, ક્રીમ, ડ્રાય ફ્રુટ્સ અને એલચી પાવડર નાખો.
બધું બરાબર મિક્સ કરો અને થોડીવાર માટે આગ પર પકાવો.
બ્રેડની સ્લાઈસ પર તૈયાર ક્રીમી ફિલિંગ લગાવો અને રોલ કરો.
એક પેનમાં થોડું ઘી ગરમ કરો અને બ્રેડ રોલ્સને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
સોનેરી થઈ જાય પછી તેને પ્લેટમાં કાઢીને ગરમા-ગરમ સર્વ કરો, જો તમે ઈચ્છો તો ઉપર પાઉડર ખાંડ અને ડ્રાય ફ્રૂટ્સ પણ છાંટી શકો છો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર