કેટલાંક વેજિટેરિયન લોકો પુડિંગ ખાવાની એટલા માટે ના પાડી દેતાં હોય છે કારણ કે તેમાં ઈંડાનો પ્રયોગ કરવામાં આવ્યો હોય છે. પણ અહીં અમે એવું પુડિંગ બનાવતા શીખવીશું જેમાં ઈંડાનો પ્રયોગ સહેજપણ નથી કરવામાં આવ્યો. આ એગલેસ પુડિંગ કેલરીમાં બહુ ઓછું છે. તમે એક સારા કૂક નથી તો પણ આને બહુ સરળતાથી બનાવી શકશો. જાણીએ તે બનાવવાની રીત.
બનાવવાની રીત - ઊંડી કઢાઇ લો અને તેમાં સૌથી પહેલા દૂધ ગરમ કરો. દૂધને સામાન્ય આંચે ઉકાળો. એ જ સમયે તેમાં કોકો પાવડર, કોર્ન સ્ટાર્ચ, ખાંડ અને મીઠું સાથે જ મિક્સ કરો. આ મિશ્રણને સતત ગરમ કરતાં રહ, એ રીતે કે જેથી તેમાં ગાંઠ ન પડે અને મિશ્રણ ઘટ્ટ પણ ન થાય. આ મિશ્રણને ધીમી આંચે ઘટ્ટ થતાં 5-7 મિનિટ લાગશે. હવે કઢાઇને ગેસની આંચ પરથી ઉતારી લો પછી તેમાં બટર તેમજ વેનિલા એક્સટ્રેક્ટ નાંખો. બટર નાંખ્યા બાદ ફરીથી મિશ્રણ ગરમ કરો. હવે તૈયાર છે તમારું એગલેસ પુડિંગ સર્વ કરવા માટે. તેને બાઉલમાં નાંખી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો અને પછી 2 કલાક માટે ફ્રીઝમાં મૂકી દો. તમે ઇચ્છો તો આને ઉપરથી ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી શકો છો.