ઓરેંજ કિશમિશ સ્નો

N.D
સામગ્રી - સંતરા 6-7, દૂધ 500 ગ્રામ, ક્રીમ 1 મોટી ચમચી, ખાંડ 150 ગ્રામ, ઓરેંજ એસેંસ 2 ટીપા, ઓરેંજ કલર 1 મોટી ચમચી, કિશમિશ 15-16, દાડમના દાણા 15-16.

બનાવવાની રીત - સંતરાના ઉપરના છાલટાને કોઈ ધારદાર ચાકુથી ગોળાકારમાં કાપી લો, અંદરથી તેનો ગર સાવધાની પૂર્વક કાઢી લો.

હવે સંતરાના ગરને મેશ કરો. દૂધ ઉકાળીને ખાંડ મિક્સ કરો અને ઠંડુ થવા દો. તેમ સંતરાનો રસ, ઓરેંજ એસેસ અને કલર મિક્સ કરી ફ્રિજરમા જમાવવા મુકી દો. જામ્યા પછી ફરી મિક્સરમાં ફેરવી લો, ક્રીમ નાખીને ફેટો. ખાલી સંતરામાં આને ભરી દો. ઉપરથી કિશમિશ અને દાડમના દાણા નાખો. તેના પર કાપેલા ભાગનુ ઢાંકણ લગાવી ફરી ઠરવા મુકી દો. ફ્રિજરમાં જામી જાય પછી ખાવ અને ખવડાવો.

વેબદુનિયા પર વાંચો